બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 10 પાસ લોકો માટે સરકારી નોકરી મેળવવાની સારામાં સારી તક, કુલ 44000 પદો પર ઈન્ડિયન પોસ્ટ કરી રહી છે ભરતી, આ રીતે કરો અરજી

નોકરી / 10 પાસ લોકો માટે સરકારી નોકરી મેળવવાની સારામાં સારી તક, કુલ 44000 પદો પર ઈન્ડિયન પોસ્ટ કરી રહી છે ભરતી, આ રીતે કરો અરજી

Last Updated: 12:00 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Post GDS Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ ઉમેદવાર માટે સારી તક છે. ગ્રામિણ પોસ્ટ સેવકના 44000 પદો પર અરજીની આજે છેલ્લી તારીખ છે. જે ઉમેદવાર ઈન્ડિયન પોસ્ટ જીડીએસમાં અરજી કરવા માંગે છે. તેઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે.

ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ ઉમેદવાર માટે સારી તક છે. ગ્રામિણ પોસ્ટ સેવકના 44000 પદો પર અરજીની આજે છેલ્લી તારીખ છે. જે ઉમેદવાર ઈન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી 2024 માટે અરજી કરવા માંગે છે. તે ઈન્ડિયા પોસ્ટની ઓફિશ્યલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર અરજી કરી શકે છે.

job-15

15 જુલાઈએ શરૂ થઈ હતી અરજી પ્રક્રિયા

તમને જણાવી દઈએ કે અરજી 15 જુલાઈ 2024થી શરૂ થઈ હતી. જેના બાજ એક વખત તારીખ વધારવામાં આવી અને આજે અરજી માટેની છેલ્લી તારીખ છે. અરજીમાં જો સુધાર કરવો છે તો તમારા માટે કરેક્શન વિડો 6 ઓગસ્ટે ખુલસે અને 8 ઓગસ્ટ 2024એ બંધ થઈ જશે. આ ભરતીમાં સિલેક્શન માટે મેરિટ લિસ્ટ બનશે.

PROMOTIONAL 12

GDSની નિયુક્તિ માટે ઉમેદવારની પાસે ભારત સરકાર/રાજ્ય સરકાર/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોઈ પણ માન્યતા પ્રાપ્ત સ્કૂલ શિક્ષા બોર્ડ દ્વારા આયોજિત 10મું ધોરણ પાસ કરવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અને તેમાં ગણિત અને અંગ્રેજી બન્ને વિષય જરૂર લીધેલા હોવા જોઈએ.

post-1

વય મર્યાદા

ઉમેદવારોની ન્યૂનતમ વયમર્યાદા 18 વર્ષ અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગ માટે ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.

આ જગ્યાઓ પર ભરતી

આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરણ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પંજાબ રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં કુલ 44228 ખાલી જગ્યાઓ પર ભરતી થશે.

job-16

આ રીતે કરો અરજી

  • ઈન્ડિયા પોસ્ટની ઓફિશ્યલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલા રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.
  • રજીસ્ટ્રેશન કરો અને સબમિટ પર ક્લિક કરો.
  • એક વખત રજીસ્ટ્રેશન થઈ જાય તો એકાઉન્ટમાં લોગઈન કરો.
  • અરજી પત્ર ભરો અને અરજી ફીનું પેમેન્ટ કરો.
  • સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
  • ભવિષ્ય માટે તેની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખો.

કેટલી રહેશે ફી?

India Post GDS Recruitment 2024માં અરજી કરવા માટે અરજી ફી 100 રૂપિયા છે. દરેક મહિલા અરજદારો, એસસી/એસટી અરજદારો, પીડબ્લ્યૂડી અરજદારો અને ટ્રાન્સવુમન અરજદારો માટે ફીમાં છૂટ આપવામાં આવી છે. અરજી ફી ફક્ત ઓનલાઈન જ સ્વિકારવામાં આવશે.

job-search

આ રીતે કરવામાં આવશે સિલેક્શન

  • અરજદારોને એક સિસ્ટમના આધરે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
  • તેના માટે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

વધુ વાંચો: વિદેશમાં પણ અનંત અંબાણીનો ઝીરો એટીટ્યુડ, બોંજોર કહી જીત્યા ચાહકોના દિલ, જુઓ વીડિયો

  • મેરિટ લિસ્ટ તમારા 10માં ધોરણના માર્ક્સના આધાર પર તૈયાર કરવામાં આવશે.
  • ગ્રેડ/પોઈન્ટને માર્ક્સમાં બદલવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Post Sarkari Naukari India Post GDS Recruitment 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ