બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india post gds recruitment 2021 apply for 2357 vacancies in west bengal region

સરકારી ભરતી / ફટાફટ કરો! આવતીકાલે છેલ્લો દિવસ છે સરકારી ભરતીમાં અરજી કરવાનો, 10 પાસ પણ કરી શકશે એપ્લાય

Premal

Last Updated: 07:04 PM, 18 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પોસ્ટ ખાતાના પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ ડાક સેવકના પદો પર અરજી કરવાની અંતિમ તારીખ કાલે છે. 10મું પાસ કરનારા લોકો માટે સરકારી નોકરી મેળવવાની આ ઉત્તમ તક છે.

  • ભારતીય પોસ્ટમાં ગ્રામીણ ડાક સેવકના પદો પર અરજી
  • પોસ્ટમાં 2,357 પદો પર થઈ રહી છે ભરતી
  • 10મું પાસ કરનારા માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક

આ રીતે કરો અરજી

જીડીએસના કુલ 2357 પદો પર ભરતી કરવામાં આવશે.  એવામાં જે પણ ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેઓ સત્તાવાર વેબસાઈટ appost.in પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી જમા કર્યા બાદ ઉમેદવાર પોતાના અરજીની પ્રિન્ટઆઉટ લઈ શકે છે. ગ્રામીણ ડાક સેવકના પદ પર નિકળેલી આ ભરતી માટે અરજી પ્રક્રિયા 20 જુલાઈ 2021થી શરૂ થઈ હતી. આ ભરતી પ્રક્રિયાની અંતિમ તારીખ 19 ઓગષ્ટ 2021 છે.

યોગ્યતા

પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યા માટે ભરતી કરનારા ઉમેદવારો 10મુ પાસ ફરજીયાત છે. 10 પાસથી વધુ લોકો પણ અરજી કરી શકે છે. આ જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારો દસમા ધોરણમાં ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજીનું વિષય જરૂરી છે. આ સાથે ઓછામાં ઓછો 60 દિવસનો બેઝીક કોમ્પ્ચુટર ટ્રેનિંગ કોર્સનું સર્ટીફિકેટ હોવુ જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉંમરની ગણતરી 20 જુલાઈ 2021ના આધારે કરવામાં આવશે. તો એસસી, એસટી, ઓબીસી, પીડબ્લ્યુડી, પીડબ્લ્યુડી ઓબીસી અને પીડબ્લ્યુડી એસસી-એસટી વર્ગના ઉમેદવારોને અનુક્રમે 5, 3, 10, 13 અને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ ડાક સેવકના પદો પર ઉમેદવારોની પસંદગી 10માના ગુણોના આધારે કરવામાં આવશે. ધોરણ-10ના ગુણોના આધારે તૈયાર કરવામાં આવેલી શ્રેણીબદ્ધ મેરિટ યાદી અનુસાર અંતિમ રૂપથી પસંદગી જાહેર કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

India Post India Post GDS government jobs Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ