બ્રેકિંગ ન્યુઝ
Kavan
Last Updated: 03:08 PM, 29 January 2020
ADVERTISEMENT
ત્યારબાદ, બેન્કોએ ગ્રાહકોના એટીએમ કાર્ડ બદલવાનું શરૂ કર્યું. જો કે, હજી પણ ઘણા ગ્રાહકો છે જેમના જૂના એટીએમ કાર્ડ્સ બદલાયા નથી. 31 જાન્યુઆરી પછી આવા લોકોની સમસ્યાઓ વધી શકે છે.
પોસ્ટ વિભાગે કાર્ડ બદલવાના આપ્યા આદેશ
ADVERTISEMENT
ઇન્ડિયા પોસ્ટ એટલે કે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા તેના ગ્રાહકોને જરૂરી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. આ ચેતવણીમાં બચત ખાતા ધારકોને પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરવા અને જુના એટીએમ કાર્ડને નવા ઇએમવી ચિપ આધારિત કાર્ડ 31 જાન્યુઆરી સુધીમાં બદલી નાખવા જણાવ્યું છે.
31 જાન્યુઆરીથી જૂના ATM થઇ જશે બંધ
ઈન્ડિયા પોસ્ટના જણાવ્યા અનુસાર, 31 જાન્યુઆરી પછી જૂના એટીએમ કાર્ડ્સ બંધ થઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે ઇન્ડિયા પોસ્ટનું જૂનું એટીએમ કાર્ડ છે, તો પછી તમે નજીકની શાખામાં જઈને તેને બદલી શકો છો.
31 જાન્યુઆરી સુધીમાં મોબાઇલ નંબર અપડેટ કરવા જરૂરી છે
આ પછી નવા કાર્ડ્સ આપવામાં આવશે. આ એટીએમ કાર્ડ ગ્રાહકોને કોઈપણ શુલ્ક લીધા વિના આપવામાં આવશે. આ સિવાય 31 જાન્યુઆરી સુધીમાં ભારતીય ટપાલ શાખામાંથી મોબાઇલ નંબર અપડેટ કરવું પણ જરૂરી છે.
500 રૂપિયા જમા કરાવીને ખોલીવી શકાય છે બચત ખાતું
આપને જણાવી દઇએ કે, પોસ્ટ વિભાગ દેશભરના પોતાના ગ્રાહકો માટે બચત ખાતાની સુવિધા આપી રહી છે. ગ્રાહક 500 રૂપિયા જમા કરવીને બચત ખાતાનો લાભ લઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.