બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:27 PM, 16 March 2025
PM નરેન્દ્ર મોદી અને ફેમસ અમેરિકન પૉડકાસ્ટ લેક્સ ફ્રીડમેન વચ્ચે થયેલો પૉડકાસ્ટ હવે રિલીઝ થઈ ગયું છે. આ પૉડકાસ્ટ લગભગ સવા ત્રણ કલાકનો છે. આમાં પ્રધાનમંત્રી મોદીએ જીવનથી જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી છે. PM મોદીએ પોતાના બાળપણનો અનુભવ શેર કર્યો, સાથે જ સંગઠન, વિરોધી અને દેશની સ્થિતિ પર ખુલીને ચર્ચા કરી. આ પૉડકાસ્ટમાં PM મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે, "શું તમને મૃત્યુનું ભય છે?" તો તેમણે આનો ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો.
ADVERTISEMENT
ADVERTISEMENT
મૃત્યુથી ભયના પ્રશ્ન પર શું બોલ્યા PM મોદી?
અમેરિકન પૉડકાસ્ટ લેક્સ ફેડમેને PM મોદીને પૂછ્યું, "શું તમે પોતાના મૃત્યુ પર વિચારો છો? શું તમને મૃત્યુથી ભય લાગે છે?" આના પર પ્રધાનમંત્રીએ જોરથી હસતાં હસતાં કહ્યું, "શું હું વળતો પ્રશ્ન પૂછી શકું છું? જન્મ બાદ જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે, પરંતુ બંનેમાં શું વધારે નિશ્ચિત છે?" પછી જાતે જ જવાબ આપતા કહ્યું, "મૃત્યુ! આપણે નિચ્છિત રૂપે જાણીએ છીએ કે જે જન્મે છે, તેનું મૃત્યુ નક્કી છે. જીવન ખીલે છે."
PM મોદીએ વધુમાં કહ્યું, "જે ચોક્કસ છે તેનાથી કેમ ડરવું? તમારો બધો સમય જીવન પર કેન્દ્રિત કરો, તમારા બધા મનને મૃત્યુ પર કેન્દ્રિત ન કરો. આ રીતે જીવન વિકસિત અને સમૃદ્ધ થશે, કેમ કે આ અનિચ્છિત છે. છતાં તેમાં મહેનત કરવી જોઈએ, ચીજો સુધારવી જોઈએ, જેથી તમે મૃત્યુ પહેલા સંપૂર્ણ રીતે અને ઉદેશ્ય સાથે જીવી શકો. એટલા માટે મૃત્યુનો ભય મૂકી એવો જોઈએ. અંતે મૃત્યુ તો આવવાની છે અને આ ક્યારે આવશે, તેની ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. આ જ્યારે આવવાની હશે ત્યારે આવશે. જ્યારે નવરાશ હશે, ત્યારે આવશે."
આ પણ વાંચોઃ RSSમાં જોડાવાથી લઈને કાર્ય પ્રણાલી સુધી, PM મોદીએ પોડકાસ્ટમાં ખુલીને કરી વાત, જુઓ વીડિયો
ભવિષ્યની આશા પર PM મોદીને સવાલ
આ બાદ PM મોદીને બીજો એક સવાલ પૂછવામાં આવ્યો, "ભવિષ્યને લઈને તમને શું આશા છે? માત્ર ભારત જ નહીં, પરંતુ આખી માનવ સભ્યતાનું પૃથ્વી પર શું ભવિષ્ય છે?" આના પર પ્રધાનમંત્રીએ કહ્યું, "હું સ્વભાવથી જ આશાવાદી છું. નિરાશાવાદ અને નકારાત્મકતા મારી પાસે નથી, એટલા માટે આ બધુ મગજમાં આવે નથી આવતું. હું માનું છું કે જો આપણે માનવજાતના ઇતિહાસ પર નજર કરીએ તો, તેણે અસંખ્ય મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને આગળ વધ્યું છે. સમય જતાં મોટા ફેરફારો સ્વીકારવામાં આવ્યા છે. દરેક યુગમાં, માણસે નવી વસ્તુઓ સ્વીકારવાનો સ્વભાવ દર્શાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.