બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નથી પાવર ને? એટલે જ પાકિસ્તાને લાહોર એરપોર્ટ પર કર્યું બહુ ભયંકર, કર્નલ સોફિયા કુરેશીનો ઘટસ્ફોટ

ભારત પાક વોર / નથી પાવર ને? એટલે જ પાકિસ્તાને લાહોર એરપોર્ટ પર કર્યું બહુ ભયંકર, કર્નલ સોફિયા કુરેશીનો ઘટસ્ફોટ

Last Updated: 12:36 PM, 10 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત પાક તણાવ પર આજે ફરી ઈન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશીએ મીડિયા બ્રીફિંગ આપ્યું હતું.

ભારત પાક તણાવ પર ઈન્ડિયન આર્મીના કર્નલ સોફિયા કુરેશીના મીડિયા બ્રીફિંગમાં પાકિસ્તાનની એક કાયરાના હરકત સામે આવી છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે સૌથી ગંભીર ચિંતા એ છે કે પાકિસ્તાને લાહોરથી ઉડનારા તમામ પ્રવાસી વિમાનોને કેપ્ચર કરી લીધા અને પછી લશ્કર માટે તેનો ઉપયોગ કર્યો. પ્રવાસી વિમાનોનો લશ્કર માટે ઉપયોગ કરવો ઈન્ટરનેશનલ નિયમો અને માનવીય મૂલ્યોનું ઘોર ઉલ્લંઘન છે.

પાકિસ્તાનનો હાથમાં આવ્યું તે હથિયાર જેવો ઘાટ

પાકિસ્તાનના આ કૃત્યને 'હાથમાં આવ્યું તે હથિયાર'નો ઉપયોગ કર્યો કહેવાય, યુદ્ધમાં પાકિસ્તાન પાસે પૂરતા સાધનો ન હોવાનું પણ લાગી રહ્યું છે.

ભારતે પાકિસ્તાનના તમામ હુમલા નિષ્ફળ બનાવ્યાં

કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને પશ્ચિમી મોરચે અનેક લશ્કરી પ્રવૃત્તિઓ કરી હતી. તેણે પંજાબમાં એરબેઝને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાને લાંબા અંતરના હથિયારો, દારૂગોળો અને લડાકુ વિમાનોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય દળોએ લગભગ તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા.

વધુ વાંચો : ખૂબસુરત મહિલાઓ 'આવા સાથે' શરીર સંબંધ બાંધવા તરત તૈયાર જાય છે, સ્ટડીમાં દાવો, મળ્યો 'પટાવા' ઉપાય

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ શું બોલ્યાં

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને કુલ 26 સ્થળોએ હુમલો કર્યો હતો, જેમાં લશ્કરી ઠેકાણાઓ તેમજ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે, ભારતીય સશસ્ત્ર દળોની સતર્કતાને કારણે, મોટાભાગના હુમલા નિષ્ફળ ગયા અને નુકસાન ખૂબ જ મર્યાદિત હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Pakistan war India Pakistan war tensions India Pakistan war tensions,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ