બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જેવું પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, કે તુરંત ભારત...', કચ્છી માડુઓના મુખે જ સાંભળો ભારતીય સેનાની શૌર્યતા
Last Updated: 01:10 PM, 10 May 2025
પાકિસ્તાન સાથે ચાલી રહેલી અત્યંત ગંભીર તણાવભરી સ્થિતિ વચ્ચે રાજ્યના સરહદી જિલ્લાઓને પાકિસ્તાન નિશાન બનાવવા પ્રયાસ કરી રહ્યું છે, એ વાત અલગ છે કે હજુ સુધી પાકિસ્તાનના નાપાક ઇરાદા સફળ રહ્યા નથી.. આજે પરોઢિયે 3 વાગ્યાથી 5 વાગ્યા દરમ્યાન પાકિસ્તાને લગભગ 6 જેટલા ડ્રોન ભારતમાં મોકલ્યા હતા.. જો કે તમામ ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા.
ADVERTISEMENT
પાકિસ્તાનના છ ડ્રોન પૈકી એક ડ્રોન કચ્છના સરહદી ગામ પાટ ગામમાં જોવા મળ્યું હતું.. જો કે ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તેને તોડી પાડ્યું હતું.. જે બાદ તેનો કાટમાળ પાટ ગામના ખેતરમાં પડ્યો હતો.. આ ઘટના બાદ આર્મીની ટીમ અને પોલીસની ગાડીઓ સ્થળ પર આવી પહોંચી હતી અને કાટમાળ કબ્જે કર્યો હતો. જો કે આ બધા વચ્ચે ઘણા ગ્રામજનો સમગ્ર ઘટનાના આંખો દેખ્યા સાક્ષી બન્યા હતા. વીટીવીની ટીમે ગ્રાજમનો સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે વહેલી સવારે આ ઘટના ઘટી હતી અને તેમને પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું.. જો કે પછી તુરંત જ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને તોડી પાડ્યું.. તેનો કાટમાળતો આર્મીની ટીમ આવીને લઇ ગઇ.. તે સળગતા કાટમાળના નિશાન હજુ જેમના તેમ હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'આજે સવારે 5 વાગ્યાની આસપાસ...', ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં IND vs PAK તણાવને લઇ મોટો ખુલાસો
મહત્વનું છે કે ગુજરાત સરહદી રાજ્ય હોવાથી રાજ્યના સરહદી જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા અને કચ્છમાં સુરક્ષા વ્યવસ્થા ખુબજ મહત્વપૂર્ણ બની છે. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સૂઇગામ તાલુકાના 24 ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.