બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વાવ-સૂઇ ગામ સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ બ્લેક આઉટનો આદેશ, નાગરિકોને અફવાથી દૂર રહેવા તાકીદ
Last Updated: 08:29 AM, 10 May 2025
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. વાવ અને સુઇગામ બોર્ડર વિસ્તારના ગામડાઓમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે. જિલ્લાના 24 ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે, અને તમામ નાગરીકોને અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે. જે 24 ગામોમાં બ્લેકઆઉટ જાહેર કરાયું છે તેમાં વાવ તાલુકાના 12 ગામ અને સૂઇગામ તાલુકાના 12 ગામોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતી જોતા જામનગરમાં 4:30 થી 5:30 દરમિયાન એક કલાકનું બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. કોઈ ચિંતાજનક સ્થિતિ ન જણાતાં બ્લેકઆઉટ હટાવી દેવાયું હતું.
ADVERTISEMENT
ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવી રહ્યાં છે, જો કે ભારતીય સુરક્ષા પ્રણાલી પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડે છે.. આ સંજોગોમાં સુરક્ષાના ભાગરૂપે કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામમા બ્લેક આઉટ જાહેર કરાયુ છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાની ડ્રોન કચ્છના અનેક વિસ્તારોમાં જોવા મળતા ફફડાટ, ત્રણ જિલ્લામાં તત્કાલ બ્લેકઆઉટ
મહત્વનું છે કે બનાસકાંઠામાં આવેલું બોર્ડર પરનું નડાબેટ ટુરીઝમ પ્રવાસીઓ માટે બંધ કરાયું છે. જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી નડાબેટ બંધ કરવામાં આવ્યું છે .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.