બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:04 PM, 10 May 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિને લઇને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.. જે અંતર્ગત કોઇ વ્યક્તિ આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રાહખોરી કરતી પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. . કોઈ પણ વ્યક્તિ અથવા વેપારી બ્લેક માર્કેટિંગ કરતા પકડાશે તો તેની સામે પણ કડક કાયદાકીય પગલા લેવાશે. .. પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય ચીજોની વ્યવસ્થા ન ખોરવાય તે માટે તંત્ર સતર્ક છે. . જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયું છે..
ADVERTISEMENT
જાહેરનામામાં કહેવાયું છે કે કોઇ વ્યક્તિ અનાજની સંગ્રાહખોરી અથવા બ્લેક માર્કેટીંગ કરે છે તેવુંં ધ્યાને આવે તો પુરવઠા અધિકારીને જાણ કરી શકાશે.
ADVERTISEMENT
બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુઓની સંગ્રહખોરી સામે પ્રતિબંધ,જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું.
— Info Banaskantha GoG (@infobanaskantha) May 10, 2025
બનાસકાંઠામાં કોઈપણ વ્યક્તિ, વેપારીઓ સહિતના લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ, બ્લેક માર્કેટિંગ અથવા ભાવમાં ચાલાકી કરી શકશે નહીં..@CMOGuj @InfoGujarat @CollectorBK
મહત્વનું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેક આઉટ જાહેર કરાયું છે.. સૂઇગામ તાલુકો અને વાવ તાલુકો બન્ને પાકિસ્તાનની સરહદે આવેલા તાલુકા છે... આ બન્ને તાલુકાના 12-12 ગામો એટલે કે કુલ 24 ગામોને બ્લેક આઉટ કરાયા છે..
આ પણ વાંચોઃ 'જેવું પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, કે તુરંત ભારત...', કચ્છી માડુઓના મુખે જ સાંભળો ભારતીય સેનાની શૌર્યતા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પોલીસ દ્વારા ઊંટ પર પેટ્રોલિંગ શરૂ કરાયું છે. સરહદ સાથે જોડાયેલા રણ વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરહદી વિસ્તારોમાં પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને જે ગામો બ્લેક આઉટ જાહેર કરાયા છે ત્યાં પોલીસ સુરક્ષા વધી છે. યુદ્ધ થાય તો પોલીસની બાજ નજર રણ હાલમાં રણ વિસ્તાર અને સરહદ પર જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.