બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India open to using force for self defence Said defence minister Rajnath Singh

નિવેદન / પોતાની સુરક્ષા માટે તાકાતનો ઉપયોગ કરતાં ખચકાશે નહીં ભારત: રાજનાથ સિંહ

Bhushita

Last Updated: 08:20 AM, 6 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષામંત્રી રાજનાથ સિંહે 'સોલ રક્ષા વાર્તા'માં કહ્યું કે ભારતે ક્યારેય કોઈ પણ દેશ પર હુમલો કર્યો નથી. પરંતુ તેનો અર્થ એવો નથી કે ભારત પોતાની રક્ષાને માટે તાકાતનો ઉપયોગ કરતાં અચકાશે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધી રહેલી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને રક્ષામંત્રી રાજનાથ સિંહે સ્પષ્ટતા કરી છે કે પોતાની  સુરક્ષાને માટે ભારત તાકાતનો ઉપયોગ કરવાથી અચકાશે નહીં. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને  હટાવી દેવાયા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેની સ્થિતિ ચિંતાજનક રહી છે. પાકિસ્તાન અનેક વાર કાશ્મીર માટે યુદ્ધ કરવાની ધમકી પણ આપી ચૂક્યું છે. 

રક્ષામંત્રીએ સોલમાં એક રક્ષા વાર્તામાં કહ્યું છે કે ભારતે પોતાના ઈતિહાસમાં ક્યારેય કોઈની પર હમુલો કર્યો નથી અને ન કરશે. પણ એનો અર્થ ક્યાંય એવો નથી કે ભારત પોતાની રક્ષા માટે પોતાની તાકાતનો ઉપયોગ કરવામાં અચકાશ. સોલમાં રક્ષા વાર્તાના અવસરે દક્ષિણ કોરિયાના ઉચ્ચ સૈન્યાધિકારી પણ હાજર રહેશે.

આ અવસરે રાજનાથ સિંહે આતંકવાદ અને આતંકીઓને શરણ આપનારા વિરુદ્ધ આંતરરાષ્ટ્રિય સ્તરે સામૂહિક કાર્યવાહીની અપીલ કરી. તેઓએ કહ્યું કે આતંકવાદનું સમર્થન કરનારા અને સાથે ફંડ પૂરું પાડનારા અને આતંકવાદને શરણ આપનારાની વિરુદ્ધ ખાસ પગલાં લેવાની જરૂર છે. રાજનાથ સિંહે કહ્યું કે દુનિયા હજુ પણ સુરક્ષા સંબંધિત અસંખ્ય મુશ્કેલીઓ સામે લડી રહી છે. સૌથી ગંભીર ચિંતા હોય તો તે આતંકવાદની છે. 

'સોલ રક્ષા વાર્તા'ને સંબોધિત કરતાં રાજનાથ સિંહે દુનિયાની સામે રાજનીતિમાં જન્મેલી સમસ્યાઓને રેખાંકિત કરી. જેના કારણે આંતરરાષ્ટ્રિય શાંતિ અને સુરક્ષાની ચેલેન્જ વધી છે. તેઓએ કહ્યું દુનિયાનો કોઈ પણ દેશ આતંકવાદથી સુરક્ષિત નથી. ભારત યૂએન અને અન્ય મંચના માધ્યમથી આતંકવાદ સામે લડવા માટે દ્વિપક્ષીય, શ્રેત્રીય અને વૈશ્વિક સ્તરે સહયોગ કરી રહ્યું છે. પોતાના ભાષણમાં તેઓએ કહ્યું કે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને કોરિયાની ન્યૂ સાઉધર્ન પોલિસીથી બંને દેશોની વચ્ચે વિશેષ ભાગીદારી વધારે મજબૂત બની છે. રક્ષામંત્રી બુધવારે સોલના 3 દિવસીય પ્રવાસે ગયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

India Indian Defence Minister Rajnath Singh force pakistan self defence આતંકી હુમલો રાજનાથ સિંહ Rajnath Singh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ