બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 02:31 PM, 17 December 2022
ADVERTISEMENT
વનડે વર્લ્ડ કપ 2023ની મેજબાની ભારતમાંથી જઇ શકે !
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટસ મુજબ, આઈસીસી દ્વારા બીસીસીઆઈને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વન-ડે વર્લ્ડ કપ 2023ના આયોજન માટે ભારત સરકાર પાસેથી ટેક્સમાં છૂટની વ્યવસ્થા કરે. જો કે, આમ થવુ મુશ્કેલ છે, કારણકે ભારત સરકાર કોઈ પણ પ્રકારની ઈવેન્ટમાં આ પ્રકારનુ ડિસ્કાઉન્ટ આપતી નથી. વર્ષ 2016માં જ્યારે ભારતે ટી-20 વર્લ્ડ કપ હોસ્ટ કર્યો હતો ત્યારે પણ આઈસીસી અને બીસીસીઆઈની વચ્ચે આ વિવાદ આવ્યો હતો. તે વખતે બીસીસીઆઈ ભારત સરકાર તરફથી આ છૂટ અપાવી શકી નહોતી. અંતમાં બીસીસીઆઈએ આઈસીસીને તેના શેરના 190 કરોડ રૂપિયા આપવા પડ્યા હતા.
સ્થિતિ ફરીથી ઉત્પન્ન થઈ
તો સ્થિતિ ફરીથી ઉત્પન્ન થઇ છે, આઈસીસીની પૉલિસી મુજબ આઈસીસી ઈવેન્ટ હોસ્ટ કરનારા દેશને પોતાની સરકારની સાથે સમન્વય બેસાડીને ટેક્સમાં છૂટછાટની વ્યવસ્થા કરવી પડે છે. 2023 વન-ડે વર્લ્ડ કપ માટે જો બીસીસીઆઈ આવુ ના કરે તો બીસીસીઆઈએ આઈસીસીને તેના શેરના 900 કરોડ રૂપિયા આપવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.