બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India on alert due to growing threat abroad

આશંકા / તો શું ફરીથી ભારતમાં રફ્તાર પકડશે CORONA? જુઓ શું કહે છે નિષ્ણાંતોનો મત

Malay

Last Updated: 05:35 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમાં વધી રહેલા ખતરાને જોતા ભારત પણ એલર્ટ મોડ પર છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયના કેટલાક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, જાન્યુઆરીમાં ભારતમાં કોવિડના કેસ વધી શકે છે.ચાલો જાણીએ આ વિશે નિષ્ણાતો શું કહે છે.

  • વિદેશમાં વધી રહેલા ખતરાને જોતા ભારત એલર્ટ
  • સ્વાસ્થ્ય મંત્રાલયના કેટલાક અધિકારીઓએ વ્યક્ત કરી આશંકા  
  • જાન્યુઆરીમાં ભારતમાં કોવિડના કેસ વધી શકે છે?

ચીન સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીન અને જાપાનમાં હાલત સૌથી ખરાબ છે. આ દેશોમાં કોવિડની સ્થિતિ નિયંત્રણ બહાર દેખાઈ રહી છે. દરરોજ કેસ વધી રહ્યા છે. સેંકડો લોકો મૃત્યુ પામી રહ્યા છે. વિદેશમાં વધી રહેલા ખતરાને જોતા ભારત પણ એલર્ટ મોડ પર છે. અહીં કોવિડથી બચવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલયના કેટલાક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, જાન્યુઆરીમાં ભારતમાં કોવિડના કેસ વધી શકે છે.

શું જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધશે? 
કોરોનાની જૂની પેટર્નને ધ્યાનમાં રાખીને આ આંકલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ શું ખરેખર જાન્યુઆરીમાં કોરોનાના કેસ વધી શકે છે?  ચાલો જાણીએ આ વિશે મહામારીના નિષ્ણાતો શું કહે છે. એપિડેમિયોલોજિસ્ટના જણાવ્યા અનુસાર, કોવિડની આગામી લહેરના આગમનનું આંકલન ઘણી વખત ગણિત મોડલના આધારે કરવામાં આવે છે, પરંતુ એવું જરૂરી નથી કે વિદેશમાં કેસ વધ્યાના 30થી 35 દિવસ બાદ ભારતમાં પણ કેસમાં વધારો થશે. ચીનમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કેસ વધી રહ્યા છે, પરંતુ ભારતમાં હાલ તેની કોઈ અસર દેખાઈ રહી નથી. એટલા માટે જરૂરી નથી કે દેશમાં આવનારા દિવસોમાં કેસ વધશે. 

કૃષિ જ્ઞાન- ગુજરાત માં કોરોના રસી ને લઈને સરકારનો મોટો નિર્ણય ! - એગ્રોસ્ટાર

કોઈ નવા વેરિએન્ટથી જ થશે ખતરો
તેમના જણાવ્યા અનુસાર, ચીનમાં કોરોનાના 4 વેરિઅન્ટના કારણે કેસ વધી રહ્યા છે, પરંતુ bf.7 વેરિઅન્ટ સહિત અન્ય તમામ વેરિઅન્ટ ભારતમાં પહેલેથી જ હાજર છે, પરંતુ અહીં કેસ વધ્યા નથી. અહીં કેસોમાં વધારો ત્યારે જ થશે, જ્યારે કોઈ નવો વેરિએન્ટ આવશે. જોકે, કોવિડ વાયરસમાં સતત મ્યૂટેશન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં નવા વેરિઅન્ટના આવવાનો ખતરો બન્યો રહે છે. તેની ઓળખ માટે જીનોમ સિક્વન્સિંગને વધારવું પડશે. આની મદદથી જ નવા સ્ટ્રેનની ઓળખ થઈ શકશે. 

ભારતમાં કોવિડથી કોઈ ખતરો નથીઃ એપિડેમિયોલોજિસ્ટ
તેઓએ જણાવ્યું છે કે, હાલમાં ભારતમાં કોવિડથી કોઈ ખતરો નથી. જો કેટલાક વિસ્તારોમાં નાના-નાના પીક આવે પણ છે, તો કોરોનાના કેસમાં એટલો વધારો નહીં થાય, જેના કારણે ચિંતા થાય. એઠલા માટે લોકોને ગભરાવવાની જરૂર નથી. લોકોએ કોવિડથી બચવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. નવા વર્ષની ઉજવણીમાં સાવધાની રાખો. વૃદ્ધો અને દર્દીઓએ આનું વિશેષ ધ્યાન રાખવું.

ચીનમાં કોરોના પીક પર: હજુ સ્થિતિ વધુ ગંભીર બનશે, બાપ રે! એક જ દિવસમાં  નોંધાશે આટલાં કરોડ કેસ | corona peak will come next week in china all  records will be broken

બૂસ્ટર ડોઝ જરૂર લો
એપિડેમિયોલોજિસ્ટનું કહેવું છે કે, હાઈ રિસ્કવાળાએ કોવિડનો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. તેનાથી ભવિષ્યમાં સંક્રમણના કોઈપણ ખતરાથી બચી શકાય છે. હાલમાં ભારતમાં કોવિડને લઈને ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ કોવિડના મ્યુટેશન પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

India abroad alert growing threat કોરોના કોરોના વાયરસ કોવિડના કેસ જોખમ વધ્યું? corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ