બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:50 AM, 26 March 2025
આવનારા દિવસોમાં, કારની રિપેરિંગ કોસ્ટ થોડી ઘટી શકે છે. ઘણા કિસ્સાઓમાં, રિપેરિંગ ખર્ચમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ એક એવી વાત કહી છે, જે જો સાચી થઈ ગઈ તો સામાન્ય ગ્રાહકોને ચોક્કસ ફાયદો થશે.
ADVERTISEMENT
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે કહ્યું કે સરકાર જે વાહન સ્ક્રેપ નીતિ લઈને આવી છે, જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં થવા લાગશે, તો દેશમાં વાહનોના સ્પેરપાર્ટ્સ 30 ટકા સુધી સસ્તા થઈ શકે છે. તેમણે કહ્યું કે આનાથી વાહનોની કિંમત પણ ઘટી શકે છે, જેનો આખરે ફાયદો ગ્રાહકોને જ થશે. તેઓ ઓછા ભાવે સારા વાહનો મેળવી શકશે.
ADVERTISEMENT
ઘટી જશે રિપેરિંગ કોસ્ટ
જોકે, જો નીતિન ગડકરીની વાત સાચી પડે છે તો તેનો ફાયદો નવી કારની કિંમત ઘટાડવામાં તો જોવા મળશે જ, સાથે કંપનીઓને ઓછા ખર્ચે તેમના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવાની સુવિધા મળશે. આનાથી વાહનની સર્વિસિંગ કિંમતમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. રિપેરિંગમાં જો કોઈ સ્પેરપાર્ટ બદલવાની જરૂર પડે છે, તો તેની કિંમત 30 ટકા ઓછી હોઈ શકે છે.
આ પણ વાંચો: '...તો હું રાજનીતિમાંથી સંન્યાસ લઇ લઇશ', સંવિધાનવાળા નિવેદન પર ડે.સીએમનું મોટું નિવેદન
EV અને પેટ્રોલ વાહનોના ભાવ સમાન
થોડા દિવસો પહેલા નીતિન ગડકરીએ અન્ય એક કાર્યક્રમમાં કહ્યું હતું કે દેશમાં આગામી 6 મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો અને પેટ્રોલ વાહનોના ભાવ સમાન થઈ જશે. મંગળવારના કાર્યક્રમમાં, તેમણે ફરી એકવાર કહ્યું કે શહેરો અને હાઇવે પર ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકાર કામ કરી રહી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંથી બજારમાં EV ની માંગ વધશે.
નીતિન ગડકરીએ કહ્યું કે આ ફેરફારથી કાચા માલના ભાવ ઘટશે. આનાથી EVs ની સ્વીકૃતિ પણ વધશે. સરકારે એક સ્ક્રેપ પોલિસી લાવી છે, જેનાથી વાહનોના સ્પેરપાર્ટ્સના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો થશે. વાહનોના સ્પેરપાર્ટ્સના ભાવની સીધી અસર વાહનોના ભાવ પર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.