બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ભારત પર ટેરિફ પર ઢીલા પડ્યાં ટ્રમ્પ, ભારતને છુટછાટ આપવા માટે દિલ્હીમાં મહત્વની બેઠક

ટ્રમ્પ ઢીલા પડ્યાં / ભારત પર ટેરિફ પર ઢીલા પડ્યાં ટ્રમ્પ, ભારતને છુટછાટ આપવા માટે દિલ્હીમાં મહત્વની બેઠક

Last Updated: 08:32 AM, 26 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા ભારતથી ઓટોમોબાઇલ, વ્હિસ્કી અને કેટલાક કૃષિ ઉત્પાદનો ખાસ કરીને જેનેટિકલી મોડિફાઇટ ખાદ્ય ઉત્પાદનો માટે બજારમાં પહોંચ વધારવા માટેની માંગ કરી શકે છે.

અમેરિકા ભારતથી ઓટોમોબાઇલ, વ્હિસ્કી અને કેટલાક કૃષિ ઉત્પાદનો ખાસ કરીને જેનેટિકલી મોડિફાઇટ ખાદ્ય ઉત્પાદનો માટે બજારમાં પહોંચ વધારવા માટેની માંગ કરી શકે છે.

જવાબી ટેરિફ મામલે ઢીલા પડ્યાં ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જવાબી ટેરિફ અંગે પોતાના વલણમાં થોડી નરમીના સંકેત આપ્યા છે. ટ્રમ્પે હાલમાં જ કહ્યું હતું કે, ભારત જેવા દેશો પર 2 એપ્રીલથી જવાબી ટૈરિફ લાગુ કરવામાં આવશે. જો કે હવે તેમના હાલનાં નિવેદનો પરથી લાગી રહ્યું છે કે તેઓ પુનર્વિચાર કરી શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે અનેક દેશોને જવાબી ટેરિફમાંથી છુટ આપવામાં આવી શકે છે. આ જાહેરાત બાદ ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના અધિકારીએ અમેરિકાની સંભવિત માંગણીઓ અંગે સતર્કતા વધારી છે. આ મામલે આજે નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક મામલે ચર્ચા થવાની છે.

બજારમાં સકારાત્મક સંકેત પરંતુ નીતિઓ પર અસમંજસ

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર અમેરિકા ભારતથી ઓટોમોબાઇલ, વ્હિસ્કી અને કેટલાક કૃષિ ઉત્પાદન ખાસ કરીને જેનેટિકલી મોડિફાઇડ ખાદ્ય ઉત્પાદનો માટે બજારમાં પહોંચ વધારવાની માંગ કરી શકે છે. જો કે વ્હાઇટ હાઉસની વ્યાપાર નીતિ અંગે અનિશ્ચિતતા યથાવત્ત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2 એપ્રીલથી પહેલા ઓટોમોબાઇલ પર ટૈરિફ લગાવવાની ચેતવણી આપી છે. જો કે કેટલાક દેશોને છુટ આપવાના સંકેત વૈશ્વિક બજાર, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે જ્યા સકારાત્મક અસર જોવા મળી.

ભારતના વાણિજ્ય મંત્રાલયે શરૂ કરી તૈયારી

ભારતીય વાણિજ્ય મંત્રાલયે આ મામલે ઔપચારિક વાતચીત મંગળવારે શરૂ થવાની હતી. જો કે તેને બુધવાર સુધી ટાળી દેવામાં આવી છે. મંત્રાલય અલગ અલગ વિભાગો પાસેથી મળેલી ભલામણોના આધારે મંત્રણા માટે શર્તોની રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. ToR વ્યાપાર વાર્તાના વર્તુળ અને ઉદ્દેશ્યને સ્પષ્ટ કરે છે.

ભારતની પ્રાથમિકતાઓ ટેરિફ અને સેવાક્ષેત્રમાં છુટછાટ

એક વરિષ્ઠ સરકારી અધિકારીના અનુસાર બુધવારે મંત્રણાની શરૂઆત દ્વિપક્ષીય રોકાણ સમજુતીના પહેલા તબક્કા પર કેન્દ્રીત થશે. તેમાં બજારમાં પહોંચ અને ડિજિટલ વ્યાપાર મુખ્ય વિષય હશે. શ્રમ, પર્યાવરણ અને સરકારી ખરીદી જેવા મુદ્દા બીજા તબક્કામાં ઉઠાવાશે. ભારતમંત્રણામાં વિશેષ રીતે જવાબી ટેરિફમાં છુટ અને બિન ટેરિફ વાધાઓ હટાવવા પર ભાર આપશે. આ ઉપરાંત સેવા ક્ષેત્રમાં પણ છુટછાટ ઉપરાંત આઇટી પ્રોફેશનલને અમેરિકામાં વધારે વિઝાની માંગ, મુખ્ય મુદ્દો રહેશે.

ડિજિટલ વ્યાપાર અને ડેટા લોકલાઇઝેશન પર સંભવિત ટક્કર

ડિજિટલ વ્યાપારના મામલે અમેરિકા ભારતના કડક ડેટા લોકલાઇઝેશન નિયમોને પડકારી શકે છે. ભારતના નિયમો અંતર્ગત દેશના નાગરિકોના ડેટા દેશની સીમાઓ અંદર જ સ્ટોર કરવામાં આવે તે જરૂરી છે. ટ્રમ્પ પહેલા કાર્યકાળ દરમિયાન આ મામલો ભારત - અમેરિકા વ્યાપાર સંબંધોમાં વિવાદનું મોટુ કારણ બન્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એપ્રીલ 2018 માં આ ફરજીયાત કર્યું હતું કે, માસ્ટરકાર્ડ અને વીઝા જેવી ચુકવણીનીસ સેવા આપતી કંપની ભારતીય નાગરિકોને ડેટા દેશની અંદર જ સ્ટોર કરશે. અમેરિકા આ નીતિનેલચીલી બનાવવાની માંગ કરી શકે છે.

ભારત ટેરિફમાં ઘટાડા માટે તૈયાર?

રોયટર્સના એક રિપોર્ટ અનુસાર ભારત અમેરિકાથી આયાતિત 23 અબજ ડોલરના 55 ટકા ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવા માટે તૈયાર થઇ શકે છે. આ સોદાનો ઉદ્દેશ્ય અમેરિકી જવાબી ટેરિફથી બચાવ કરવાનું છે. ભારતે પોતાનું એક આંતરિક વિશ્લેષણમાં જોયું કે અમેરિકી ટેરિફથી તેના અમેરિકાને થનારા કુલ 66 અબજ ડોલરના નિકાસ પર 87 ટકા પ્રભાવિત થઇ શકે છે.

ટ્રમ્પની દ્વિસ્તરીય રણનીતિ

ટ્રમ્પ તંત્ર વ્યાપાર શુલ્ક લાગુ કરવા માટે એક બે સ્તરીય રણનીતિ પર વિચાર કરી રહ્યું છે. જેમાં ઇમરજન્સી સ્થિતિની શક્તિઓનો ઉપયોગ કરીને કેટલાક ઉત્પાદનો પર તુરંત જ ટેરિફ લગાવવામાં આવી શકે છે. જ્યારે અન્ય વ્યપારિક ભાગીદારીની ઔપચારિક તપાસ બાદ કરવામાં આવશે. અમેરિકી તંત્ર ટેરિફ અધિનિયમ 1930 ની કલમ 338 ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ અને કલમ 301 જેવા કાયદાકીય પ્રાવધાનોની સમીક્ષા કરી રહ્યું છે. જેમાં કેટલાક ઉત્પાદનો પર 50 ટકા સુધીનું ટૈરિફ લગાવવામાં આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

America tariff war India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ