પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ આદરણીય ડૉ. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનની 90મી જયંતી સમારોહમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ધાટન કરી સંબોધન કર્યું. ભારત અને વિદેશથી માર થોમા ચર્ચના ઘણા અનુયાયીઓ કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે દુનિયા હાલમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ એક મજબૂત લડાઇ લડી રહી છે. કોવિડ-19 માત્ર એક શારીરિક બિમારી નથી જે લોકોના જીવન માટે ખતરો છે. એ આપણું ધ્યાન અસ્વસ્થ જીવન-શૈલી તરફ પણ લઇ જાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને જાણીને ખુશી થશે કે અમારા કોરોના યોદ્ધાઓની મદદથી ભારત મજબુતીથી કોવિડ-19થી લડી રહ્યું છે. આ વર્ષના પ્રારંભમાં કેટલાંક લોકોએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં વાયરસની અસર ઘણી ગંભીર હશે.
લોકડાઉનના કારણે સરકાર અને લોકો દ્વારા સંચાલિત લડાઇના ઘણા પહેલુઓના કારણે ભારત અન્ય દેશની સરખામણીએ ઘણી સારી સ્થિતિમાં છે. ભારતમાં કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો છે.
Prime Minister Narendra Modi delivers inaugural address at the 90th birth anniversary celebrations of the Reverend Dr. Joseph Mar Thoma Metropolitan, through video conferencing. Several followers of the Mar Thoma Church from India & abroad take part in the programme. pic.twitter.com/WCLTXMmTaB
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું જન આધારિત લડાઇથી અત્યાર સુધીમાં સારુ પરિણામ આપ્યું છે, પરંતુ શું આ મુદ્દા પર સર્વેલન્સ ઓછું કરી શકીએ છે? બિલકુલ નહીં. આપણે હવે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. માસ્ક પહેરવું, સામાજિક દૂરી, સોશિયલ ડિસ્ટન્સિંગ, ભીડભાડવાળા સ્થાન પર જવાનું ટાળવું જરૂરી છે.
છેલ્લા થોડા અઠવાડિયામાં ભારત સરકારે અર્થવ્યવસ્થાથી સંબંધિત ક્ષણિક અને લાંબાગાળાના બંને મુદ્દાઓને સંબોધિત કર્યાં છે. દરિયાઇથી અંતરિક્ષ સુધી, ખેતરથી કારખાના સુધી, લોકોને અનુકૂળ અને વિકાસ માટે અનુકૂળ નિર્ણય લીધા છે.