સમગ્ર દુનિયામાં ક્રિકેટના દીવાનાઓ ICC વર્લ્ડ કપની 12 મી સિઝનની ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ અવસર પર વિશ્વભરમાં અલગ અલગ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે.
વર્લ્ડ કપથી જોડાવવા માટે ટીમો પણ ઇંગ્લેન્ડ પહોંચવાનું શરૂ થઇ ગયું છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા પણ મંગળવારે રાતે ઇંગ્લેન્ડ રવાના થઇ ગઇ.
આ વચ્ચે ભારત સરકારે પણ વર્લ્ડ કપના આ મેળામાં ખાસ રીતે સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
ભારત સરકાર વર્લ્ડ કપની તકે એક ખાસ પ્રકારના સિક્કાના સેટને જારી કરવા જઇ રહી છે. એમાં બે પ્રકારના સેટના સિક્કામાં પહેલો 500 અને બીજો 1000નો ખાસ સ્મારક સિક્કો હશે.
સિક્કાની ખાસિયત
સિક્કાનો સંગ્રહ અને અધ્યયન કરનાર સુધીર લુણાવતના અનુસાર ભારત સરકારની મુંબઇ ટકશાળમાં બનેલા વર્લ્ડ કપના સિક્કામાં 100નો સિક્કા ભારતમાં લૉન્ચ થનાર પહેલો સોનાનો સ્મારક સિક્કો હશે જેની એક બાજુ ICC વર્લ્ડ કપનો સત્તાવાર લોકો તો બીજી તરફ અશોક સ્તંભની સાથે મૂલ્ય વર્ગ હશે. 18 એમ.એમ.ગોલાકાર આ સિક્કાનું વજન 5 ગ્રામ હશે જે 999 શુદ્ધ સોનાથી બનેલો હશે.
તો બીજી બાજુ આ સેટમાં બીજો સિક્કો 500 મૂલ્ય વર્ગનો હશે જે 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો હશે, એનો આકાર 44 એમ.એમ હશે.
સુધીર અનુસાર આ સ્મારક સિક્કા મે ના અંતિમ સપ્તાહ સુધી જારી થઇ જશે અને એની સાથે વેંચાણ માટે ઉપલબ્ધ થઇ જશે.
1000 સિક્કાને ખાસ પ્રકારના ડબ્બામાં આપવામાં આવશે. 1000ના સોનાના સિક્કાને લાલ રંગના વેલવેટ બૉક્સમાં આપવામાં આવશે તો બીજી બાજુ 500ના ચાંદીના સિક્કાને વાદળી રંગના વેલવેટ બોક્સમાં વેચવામાં આવશે.