બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / '...તો કટકા કરીને ડ્રમમાં ભરી દઇશ', પત્નીએ આપી સૌરભ હત્યાકાંડ જેવા હાલ કરવાની ધમકી, પતિનો આક્ષેપ
Last Updated: 10:44 AM, 25 March 2025
મેરઠના સૌરભ હત્યા કેસની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ હત્યાની અસર કેવી થઈ રહી છે તે મેરઠમાં જ જોવા મળ્યું છે. અહીં એક કોલોનીમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેણે પતિના માથા પર ઇંટ મારીને તેને લોહીલુહાણ કરી દીધો. એટલું જ નહીં, પત્નીએ ધમકી પણ આપી દીધી કે જો તે તેની હરકતો બંધ નહીં કરે તો તે તેના ટુકડા કરીને ડ્રમમાં ભરી દેશે.
ADVERTISEMENT
ઘાયલ પતિએ પોલીસ સ્ટેશન પહોંચીને સમગ્ર બાબત જણાવી. જ્યારે યુવકની પત્ની આ આરોપોને પાયાવિહોણા ગણાવી રહી છે. યુવકનું કહેવું છે કે તેની પત્ની દરરોજ તેની સાથે ઝઘડો કરે છે. ઘણી વાર લોકોએ તેને સમજાવી. રવિવારે રાત્રે, જ્યારે યુવક દારૂ પીને ઘરે પહોંચ્યો, ત્યારે તેની પત્ની સાથે ઝઘડો થઈ ગયો. આ પછી પત્નીએ તેના હાથ પર બટકું ભરી લીધું. એટલું જ નહીં, જ્યારે તે ઊંઘતો હતો ત્યારે તેને ખેંચીને ઉઠાડી દીધો. જ્યારે પતિએ વિરોધ કર્યો ત્યારે પત્નીએ તેના માથા પર ઇંટથી મારીને તેને ઘાયલ કરી દીધો.
આ પણ વાંચો: 'બધું ફ્લોમાં થઈ ગયું...', સમય રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને આપ્યું નિવેદન, સ્વીકારી ભૂલ
ADVERTISEMENT
ઘટના બાદ મહિલા તેના બાળકોને લઈને પોલીસ સ્ટેશન પહોંચી. લોહીલુહાણ યુવક પણ તેના પિતા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ઘટના વિશે જણાવ્યું. પત્નીનું કહેવું છે કે યુવકના આરોપો ખોટા છે. તે પોતાની કમાણી દારૂ પાછળ ખર્ચ કરી નાખે છે, જેના કારણે ઘરના ખર્ચમાં મુશ્કેલી પડે છે. જેના લીધે ઝઘડો થાય છે. હાલમાં પોલીસે યુવકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. બંને તરફથી પોલીસને કોઈ ફરિયાદ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે મેરઠમાં 3 માર્ચે એક જઘન્ય હત્યાકાંડ થયો હતો. જ્યાં મેરઠની રહેવાસી મુસ્કાન રસ્તોગીએ તેના પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને તેના પતિ સૌરભ રાજપૂતની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. બંનેએ યુવકના શરીરના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં ભરીને સિમેન્ટથી સીલ કરી દીધું. આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા. પોલીસે બંનેની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.