ભારતનું કાયદેસર રીતે ઊર્જા ખરીદવાનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં અને જે દેશ તેલના મામલામાં આત્મનિર્ભર છે, અથવા જે ખુદ રશિયા પાસેથી તેલ મગાવે છે, તેમણે શિખામણ આપવાની જરૂર નથી.
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગમાં ભારત
રશિયા પાસેથી ભારત ખરીદી રહ્યું છે સસ્તાભાવે ઓયલ
ભારતની સ્પષ્ટ ચેતવણી- અમને સલાહ ન આપો
ભારતનું કાયદેસર રીતે ઊર્જા ખરીદવાનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં અને જે દેશ તેલના મામલામાં આત્મનિર્ભર છે, અથવા જે ખુદ રશિયા પાસેથી તેલ મગાવે છે, તે પ્રતિબંધાત્મક વેપારની સલાહ શિખામણ આપી શકે નહીં. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પ્રતિસ્પર્ધી ઊર્જા સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેણે તમામ તેલ ઉત્પાદકોની રજૂઆતનું સ્વાગત કર્યું છે.
ક્રૂડ ઓયલ ખરીદવા માટેનો રસ્તો ખુલ્લો
જો કે, ભારતના આ વલણને લઈને ટિકા કરવામાં આવી છે કે, તેણે રશિયા પાસેથી વાજબી ભાવે ક્રૂડ ઓયલ ખરીદવા માટે રસ્તો ખુલ્લો રાખ્યો છે. ત્યાર બાદ એવી ટિપ્પણી આવી છે. રશિયા ગત અઠવાડીયાના અંતમાં યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના જવાબમાં રશિયા તેલ અને ગેસના આયાત પર અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવ્યા બાદ ભારત અને અન્ય દેશોને સસ્તું તેલ આપવાની ઓફર કરી હતી.
ક્રૂડ ઓયલની કિંમતોમાં ઉછાળો આવ્યો
સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત હરીફ ઊર્જા સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. અમે તમામ ઉત્પાગકોને આવા પ્રસ્તાવોનું સ્વાગત કરીએ છીએ. ભારતીય વેપારી પણ સર્વોત્તમ વિકલ્પ શોધવા માટે વૈશ્વિક ઉર્જા બજારોમાં કામ કરે છે. સૂત્રોએ કહ્યું છે કે, યુક્રેન સંઘર્ષના કારણે ક્રૂડ ઓયલની કિંમતમાં આવેલા ઉછાળાથી ભારતના પડકારો વધ્યાન છે. તેનાથી સ્વાભાવિક રીતે હરીફ દર તેલ ખરીદવાનું દબાણ વધી રહ્યું છે.
ઈંડિયન ઓયલે ખરીદ્યું 30 લાખ બૈરલ ક્રૂડ ઓયલ
જાણકારી અનુસાર, તેલના મામલે આત્મનિર્ભર અથવા ખુદ રશિયાથી તેલ આયાત કરનારા દેશ કાયદેસર રીતે તેના બિઝનેસ પર પ્રતિબંધની વકાલત કરી શકતા નથી. ભારતના કાયદેસરના ઉર્જા ખરીદવાનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં. વિગતો આવી રહી છે કે, ઈંડિયન ઓયલે ગત અઠવાડીયે રશિયા પાસેથી વાજબી ભાવે 30 લાખ બેરલ ક્રૂડ ઓયલ ખરીદ્યું છે.
અમેરિકાનું નિવેદન
અહીં ઉલ્લેખનીય છે કે, વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું હતું કે, ભારત દ્વારા વાજબી ભાવ પર રશિયાનું ઓયલ ખરીદવાની ઓફર સ્વિકાર કરવું અમેરિકા દ્વારા મોસ્કો પર લગાવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી. પણ આ દેશોએ એ પણ સમજવું જોઈએ કે, યુક્રેન પર રશિયાના હુમલાની વચ્ચે તેઓ ક્યાં ઉભા રહેવા માગે છે ?
બ્રિટેનનું નિવેદન
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનના પ્રવક્તાએ કહ્યું કે, બ્રિટેન ઈચ્છે છે કે, તમામ દેશોને રશિયાના તેલ અને ગેસથી અલગ થઈ જવું જોઈએ. કારણ કે તેનાથી રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધ મશીનને ફાઈનાન્સ મળશે. તેમણે કહ્યું કે, રશિયા ખૂબ જ ઓછી માત્રામાં ભારતને ક્રૂડ ઓયલ આપે છે. જે દેશની જરૂરિયાતને હિસાબે 1 ટકાથી પણ ઓછુ છે.