બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India managed Omicron surge much better than other countries: Centre

મહામારી / પહેલો ઘા રાણાનો ! કેન્દ્રની જાહેરાત, કોરોનામાં બીજા દેશો કરતા ભારતે સારી રીતે પાર પાડ્યું આ કામ

Last Updated: 04:17 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં બીજા દેશો કરતા ભારતે એક કામ સારી ઝડપી ગતિએ અને સારુ કર્યું હોવાનું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

  • ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
  • કહ્યું બીજા દેશો કરતા ભારતે ઘણુ સારુ કામ કર્યું
  • ઓમિક્રોનની સામે ઝડપી કામ કર્યું 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે એવું જાહેર કર્યું કે ભારતના કોરોના વેક્સિનેશન અભિયાનને કારણે દેશને ઓમિક્રોનને કન્ટ્રોલમાં લેવામાં ઘણી મદદ કરી છે.સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ અગાઉની લહેર કરતા છ ગણા વધારે હતા. 

દુનિયામાં રોજના 15થી 17 લાખ કેસ, ભારતમાં ફક્ત 3000- લવ અગ્રવાલ 
વેબિનાર દરમિયાન આરોગ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે બીજો દેશોની તુલનામાં ભારતે વેક્સિનેશનમાં ખૂબ સફળતા  મેળવી છે અને સરકાર દ્વારા ઘણા સકારાત્મક પગલાં ભરાયા છે. તેમણે કહ્યું કે આજે બીજા દેશો કરતા ભારતે ઓમિક્રોન ઉછાળાને સારી રીતે નાથી જાણ્યો છે. આજે વિશ્વમાં દરરોજ કોરોનાના 15 થી 17 લાખ કેસ આવી રહ્યાં છે પરંતુ ભારતમાં રોજના ફક્ત 3000 કેસ આવી રહ્યાં છે. 

 180 કરોડ ડોઝ આપ્યાં જે અમેરિકા કરતા 3.2 અને ફ્રાન્સ કરતા 12.5 ટકા વધારે

અગ્રવાલે કહ્યું કે ભારતે કોરોના વેક્સિનના 180 કરોડ ડોઝ આપ્યાં છે જે અમેરિકા કરતા 3.2 અને ફ્રાન્સ કરતા 12.5 ટકા વધારે છે.વેબિનારમાં બોલતા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે  પ્રધાનમંત્રીના જન્મદિવસે ફક્ત એક દિવસમાં 2.5 કરોડ વેક્સિન આપવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું છતાં પણ તે કામ પાર પડાયું જોકે સિસ્ટમમાં થોડી ખામીઓ સામે આવી હતી. આનાથી ભારતની તાકાત અને ક્ષમતા સાબિત થઈ છે. 

ભારતમાં કેમ વધ્યો ચોથી લહેરનો ખતરો 
ચીન અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટાક્રૉનના કેસ ડરાવવા લાગ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.2 ને કારણે થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona india india corona ઈન્ડીયા કોરોના કોરોના ઈન્ડીયા મનસુખ માંડવિયા corona Omicron variant
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ