બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ સતર્ક

BIG NEWS / બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસ સતર્ક

Last Updated: 10:28 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Zeeshan Siddique Threat : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી, પિતા બાબા સિદ્દીકીની અગાઉ કરાઇ હતી હત્યા

Zeeshan Siddique Threat : માયાનગરી મુંબઈથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. ઝીશાને આ અંગે પોલીસને જાણ કરી છે. આ તરફ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ ઝીશાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને પહોંચી હતી. નોંધનીય છે કે, આ પહેલા મુંબઈમાં તેમના પુત્રની ઓફિસની બહાર કેટલાક હુમલાખોરોએ બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

12 ઓક્ટોબર 2024ના રોજ બાંદ્રા પૂર્વમાં ત્રણ હુમલાખોરોએ NCP નેતા ઝીશાનના પિતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ બાબાને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો : શિક્ષક ભણાવતી વખતે બ્રાની પટ્ટી ખેંચતો, પછી મારા બ્રેસ્ટ પર મારતો, TMKOCના બબિતાજીનો ખુલાસો

બાબા સિદ્દીકીએ 1999, 2004અને 2009માં સતત 3 વખત બાંદ્રા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. બાબા સિદ્દીકીનું 66 વર્ષની વયે અવસાન થયું. આ હત્યાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી. આ કેસમાં કડક કાર્યવાહી કરતા મુંબઈ પોલીસે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (MCOCA) એક્ટ હેઠળ 26 આરોપીઓ સામે કેસ નોંધ્યો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zeeshan Siddiqui Threat Baba Siddiqui Mumbai
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ