બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India made big plans with Russia when the whole world was watching the meeting between Putin and Kim.

India–Russia relations / જ્યારે સમગ્ર વિશ્વની નજર હતી પુતિન અને કિમજોંગ પર, ત્યારે ભારત-રશિયા વચ્ચે થયો નવા યુગનો પ્રારંભ!

Pravin Joshi

Last Updated: 04:20 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વની નજર વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચેની બેઠક પર ટકેલી હતી. આ દરમિયાન ભારતે રશિયા સાથે મોટી યોજનાઓ બનાવી. બંને દેશો વચ્ચે ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોર અંગે વાતચીત થઈ હતી.

  • ભારતે રશિયા સાથે મળીને એક મોટી યોજના બનાવી 
  • ભારત અને રશિયાએ ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોર સ્થાપવા અંગે ચર્ચા કરી
  • ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોના નવા યુગની શરૂઆત 

પુતિન અને કિમ વચ્ચેની બેઠક પર આખી દુનિયાની નજર હતી ત્યારે ભારતે રશિયા સાથે મળીને એક મોટી યોજના બનાવી હતી. ભારત અને રશિયાએ ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોર સ્થાપવા અંગે ચર્ચા કરી હતી. કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ઈસ્ટર્ન કોરિડોરનું સંચાલન ભારત અને રશિયા વચ્ચેના વેપાર સંબંધોના નવા યુગની શરૂઆત કરશે. તમને જણાવી દઈએ કે સર્બાનંદ સોનોવાલ રશિયાના વ્લાદિવોસ્તોકમાં આયોજિત 8મી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા. આ દરમિયાન બંને દેશના નેતાઓ વચ્ચે આ વાતો થઈ. સોનોવાલે કહ્યું કે રશિયન મંત્રી એઓ ચેકુનકોવ સાથે દરિયાઈ સહયોગ અંગે ચર્ચા થઈ હતી. ઈસ્ટર્ન કોરિડોરના નિર્માણ બાદ ભારત અને રશિયા વચ્ચે કનેક્ટિવિટી વધશે અને વેપારને પણ વેગ મળશે.

 

કોરિડોરના નિર્માણમાં 16 દિવસનો સમય ઘટશે

તેમણે કહ્યું કે રશિયા અને ભારતની મિત્રતા ઐતિહાસિક છે. બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય હિતો પર આધારિત છે. આ કોરિડોરના નિર્માણથી બંને દેશોને મોટી સુવિધા મળશે. તમને જણાવી દઈએ કે ઈસ્ટર્ન મેરીટાઇમ કોરિડોરના નિર્માણથી ભારતીય અને રશિયન બંદરો વચ્ચે કાર્ગો પરિવહનમાં લાગતો સમય 16 દિવસ ઓછો થઈ જશે. ભારતથી સામાન રશિયા પહોંચવામાં 40 દિવસને બદલે 24 દિવસ લાગશે. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક સમુદ્રી માર્ગ (EMC) અંદાજે 5600 નોટિકલ માઈલનું અંતર કાપશે. વ્લાદિવોસ્તોક પેસિફિક મહાસાગર પરનું સૌથી મોટું રશિયન બંદર છે અને તે ચીન-રશિયા સરહદથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલું છે.

રશિયાને મન ભારત એટલે 'લંગોટીયો દોસ્ત', દેશજોગ પ્રવચનમાં પ્રેસિડન્ટે ભારતને  લઈને કર્યું મોટું એલાન I Putin addresses India-Russia relations on first  anniversary of ukraine war

પુતિન અને કિમની મુલાકાતથી દુનિયા ચોંકી ગઈ હતી

તમને જણાવી દઈએ કે બુધવારે વ્લાદિવોસ્તોકમાં પુતિન અને કિમ જોંગ વચ્ચે મુલાકાત થઈ હતી. દુનિયાની નજર આ બેઠક પર ટકેલી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ ચાર કલાક સુધી મુલાકાત ચાલી હતી. આ દરમિયાન બંનેએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કિમ અને પુતિને રશિયા-યુક્રેન યુદ્ધ, યુરોપ અને કોરિયન પેનિનસુલાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન પુતિને કહ્યું કે તેઓ ઉપગ્રહ બનાવવામાં ઉત્તર કોરિયાની મદદ કરશે જ્યારે કિમે રશિયાને યુદ્ધમાં મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને દેશો વચ્ચે હથિયારોના વેપારને લઈને એક સમજૂતી પર હસ્તાક્ષર પણ થયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

India India Russia relations KimJongUn Meeting Plans Putin Russia watching world India–Russia relations
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ