India loses its status as ‘free’ in Freedom House’s 2021 report
ચિંતાજનક /
મોદીરાજમાં લોકતંત્ર અને આઝાદી ઘટી, આ છે મુખ્ય કારણો : અમેરિકન રિપોર્ટમાં દાવો
Team VTV12:31 PM, 04 Mar 21
| Updated: 12:44 PM, 04 Mar 21
મોદી સરકાર વર્ષ 2014થી ભારતમાં શાસન કરી રહી છે ત્યારે અમેરિકાની એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં આઝાદી ઘટી ગઈ છે.
માનવાધિકાર સંગઠનો પર વધી રહ્યું છે દબાણ : રિપોર્ટ
ભારત આઝાદમાંથી 'આંશિક આઝાદ' દેશ બની ગયો : રિપોર્ટ
રિપોર્ટમાં વર્ષ 2014 બાદ લોકતંત્ર ઘટ્યું હોવાનો દાવો
અમેરિકન થિંક ટેન્કમાં ચિંતાજનક દાવો
અમેરિકન થિંક ટેન્ક ફ્રીડમ હાઉસે પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં લોકોની સ્વતંત્રતા ઓછી થઈ ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે સ્વતંત્ર દેશની જગ્યાએ આંશિક રૂપે સ્વતંત્ર દેશમાંઆ બદલાઈ ગયો છે. નોંધનીય છે કે આ રિપોર્ટમાંઆ પોલિટિકલ ફ્રીડમ અને માનવાધિકારને લઈને ઘણા દેશોમાં રિસર્ચ કરવામાં આવી હતી અને આ રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2014માં સત્તાપરિવર્તન બાદ નાગરિકોની સ્વતંત્રતામાં ઘટાડો આવ્યો છે.
ભારત આંશિક આઝાદ દેશની શ્રેણીમાંઆ : રિપોર્ટ
ભારતની રેન્કિંગ ઘટાડવામાં આવી, દેશને હવે આંશિકરૂપે આઝાદ દેશ તરીકે ગણવામાં આવ્યો
ડેમોક્રેસિ અંડર સીઝ નામકન રિપોર્ટમાં ભારતને 100માંથી 67 નંબર આપવામાં આવ્યા છે, ગતવર્ષે ભારતને આ રિપોર્ટમાં 71 નંબર આપવામાં આવ્યા હતા. 211 દેશોમાં ભારત હવે 83થી ખસીને 88માં નંબર પર પહોંચી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં સરકારની ટીકા કરનારા લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. લેખકો અને પત્રકારો પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે.
રાજદ્રોહ કેસ અને મુસ્લિમો સામે હિંસાનો ઉલ્લેખ
ફ્રીડમ હાઉસની આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવપૂર્ણ નીતિન અપનાવી રહ્યા છે અને હિંસા વધી ગઈ છે તથા મુસ્લિમો હિંસાના શિકાર થયા છે. ફ્રીડમ હાઉસની રિપોર્ટનું કહેવું છે કે ભારતમાં માનવાધિકાર સંગઠનો પર દબાણ ખૂબ વધી ગયું છે અને નાગરિક સ્વતંત્રતાની પરિસ્થિતિમાં લપડાક જોવા મળી છે. નાગરિક સ્વતંત્રતાની રેટિંગમાં ભારતને 60માંથી 33 અંક આપવામાં આવ્યા છે જ્યારે રાજકીય અધિકારો મામલે 40માંથી 34 અંક આપવામાં આવ્યા છે.
આ રિપોર્ટમાં કોરોના વાયરસકાળમાં લગાવવામાં આવેલા લોકડાઉનની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં જે લોકડાઉન કરવામાં આવ્યું તે ખતરનાક હતું અને તેમાં લાખો શ્રમિકોએ પલાયન કરવું પડ્યું હતું.
શેની છે આ રિપોર્ટ?
નોંધનીય છે કે ફ્રીડમ ઇન ધ વર્લ્ડ એ એક રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતાને લઈને જાહેર થતી એક વાર્ષિક રિપોર્ટ છે જેમાં વર્ષ 2020માં પહેલી જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર 2020 સુધીમાં 195 દેશોમાં શોધ કરવામાં આવી છે અને તે બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવી છે જેમાં વિવિધ દેશોને રેટિંગ આપવામાં આવ્યા છે.
અમેરિકામાં પણ લોકતંત્ર ઘટ્યું, ચીનમાં પરિસ્થિતિ બદતર
ફ્રીડમ હાઉસની આ રિપોર્ટમાં ચીનને લોકતંત્ર અને નાગરિકોની આઝાદીના મામલે સૌથી ખરાબ દેશ બતાવવામાં આવ્યો છે. ચીને કોરોના વાયરસ મહામારી સમયે પોતાના જ લોકો સામે સેન્સરશીપ અભિયાન ચાલુ કરી દીધું હતું. આ સિવાય અમેરિકામાંઆ પણ લોકતંત્ર ઓછું થયું છે તેવું દર્શાવવામાં આવ્યું છે.