બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / જો ભારત 40 કે તેનાથી વધારે રનથી હારશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે! જાણો સમીકરણ

T20 World Cup / જો ભારત 40 કે તેનાથી વધારે રનથી હારશે તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે! જાણો સમીકરણ

Last Updated: 05:23 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની જીતથી ભારતીય દર્શકો ખુશ તો ખૂબ જ છે. પરંતું તેનો બીજું કારણએ છે કે હવે તેને સેમિફાઈલનમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ અને પછી અફઘાનિસ્તાન-બાંગ્લાદેશની મેચનાં પરિણામ પર આધાર રાખવો પડશે. માત્ર એટલું જ નહી. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની મેચ હારે છે તો તેને મોટું પરિણામ ભોગવવું પડી શકે છે.

ટી20 વર્લ્ડ કપ 2024 માં સેમીફાઈનલની રેસ જે સીધી નજર આવી રહી હતી. તેમાં અચાનક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. આ ટ્વિસ્ટનું કારણ ટીમ ઈન્ડિયા નહી ઓસ્ટ્રેલિયા છે. ટીમ ઈન્ડિયાએ સુપર 8 માં પોતાની બે મેચ સરળતાથી જીતી લીધી અને તેનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નક્કી છે. પરંતું ઓસ્ટ્રેલિયાએ તમામ સમીકરણો બદલી નાંખ્યા છે. તમામ લોકોને ચોંકાવતા અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને 21 રન થી હરાવી ગ્રુપ-1 ને રોમાંચક બનાવી દીધું છે. આ એક પરિણામે અફઘાનિસ્તાન માટે એક નવી આશા જગાવી છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલી વધી રહી છે. સાથે સાથે થોડું ટેન્શન ટીમ ઈન્ડિયાને પણ આપ્યું છે. કારણ કે તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે જ છે અને આ મેચમાં 40 રનની સૌથી અહમ ભૂમિકા હશે.

સુપર-8 રાઉન્ડનાં ગ્રુપ-1 માં ભારત સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ પણ છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા અફઘાનિસ્તાન અને પછી બાંગ્લાદેશને હરાવ્યા બાદ 4 પોઈન્ટ મેળવી પહેલું સ્થાન મેળવ્યું હતું. ત્યાં જ ઓસ્ટ્રેલિયાએ તેની પહેલી મેચમાં બાંગ્લાદેશને સરળતાથી હરાવી દીધા હતા. બાંગ્લાદેશ પર ભારતની જીત બાદ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનની ટક્કર થઈ હતી. જેમાં એવી જ આશા કરવામાં આવી રહી છે કે ઓસ્ટ્રેલિયા જીતી જાય અને પછી બંને ટીમ સેમીફાઈનલમાં તેમની જગ્યા પાક્કી કરી લે. કિગ્સટાઉનમાં જે થયું. તે આનાથી અલગ હતું અને ત્યારે બાદ બધુ બદલાઈ ગયું છે.

કેવી રીતે સેમીફાઈનલમાં પહોંચશે ટીમ ઈન્ડિયા?

ઓસ્ટ્રેલિયા સામે અફઘાનિસ્તાનની જીત સાથે ગ્રુપ-1 સંપૂર્ણ રીતે ખુલી ગયું છે. ટીમ ઈન્ડિયા હજુ પણ ટોચ પર છે અને મજબૂત સ્થિતિમાં છે પરંતુ તેની સામે એક પડકાર પણ છે. ગ્રુપ-1માંથી કઇ બે ટીમ સેમિફાઇનલમાં પહોંચશે તેનો નિર્ણય સોમવારે સાંજે થશે. જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઈન્ડિયાને કોઈ પણ ગણતરી વિના સેમીફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે માત્ર એક જીતની જરૂર છે. તેને 6 પોઈન્ટ મળશે અને નંબર વન પર રહીને ટીમ સેમીફાઈનલમાં પહોંચી જશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ ભારતને કોઈપણ ભોગે હરાવવું પડશે. તો જ તે સેમીફાઈનલમાં પહોંચી શકશે.

પરંતુ 40 રનના સમીકરણને ટાળવું મહત્વપૂર્ણ છે

આખી યુક્તિ અહીં છે અને અહીં 40 રનનો આંકડો આવે છે જે ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ છે. ભલે ઓસ્ટ્રેલિયા કોઈક રીતે ભારતને હરાવે પણ ટીમ ઈન્ડિયા માટે મહત્વપૂર્ણ છે કે આ જીત મોટા અંતરથી ન હોવી જોઈએ. ટીમ ઈન્ડિયાએ કોઈપણ ભોગે 40 રન કે તેથી વધુના માર્જિનથી હાર ટાળવી પડશે. જો આમ થશે તો ઓસ્ટ્રેલિયા નેટ રન રેટના મામલે ટીમ ઈન્ડિયાને પાછળ છોડી દેશે. માત્ર 40 રન નહીં. પરંતુ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 31 બોલ પહેલા જીતવાથી કોઈ રીતે રોકવું પડશે કારણ કે આમ કરવાથી પણ ઓસ્ટ્રેલિયા નેટ રન રેટમાં આગળ રહેશે.

વધુ વાંચોઃ સેમિ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ધમાકેદાર એન્ટ્રી, વેસ્ટ ઈન્ડિઝ OUT, 3 વિકેટે હરાવ્યું

નહી તો થઈ જશે નુકશાન

હવે જો અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે હારી જાય છે અને બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ ભારતને આટલા મોટા માર્જિનથી હરાવશે તો ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ચોક્કસ પહોંચશે. પરંતુ તેમ છતાં હારનો સામનો કરવો પડશે. ચાલો તમને તેનું કારણ પણ જણાવીએ. ટીમ ઈન્ડિયા તેના ગ્રુપમાં પહેલા હોય કે બીજા સ્થાને રહે, કોઈ પણ સંજોગોમાં તેણે બીજી સેમીફાઈનલ રમવાની છે. પરંતુ બીજી સેમીફાઈનલ માટે રિઝર્વ ડેની કોઈ જોગવાઈ નથી. હવે જો બીજી સેમીફાઈનલ વરસાદના કારણે ધોવાઈ જશે તો તેના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ જ ફાઈનલમાં પહોંચી શકશે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા બીજા સ્થાને રહેશે તો તે ફાઈનલમાં ભાગ લેશે નહીં. તેથી ટીમ ઈન્ડિયા માટે 40 રનનો આ આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sports Team India Afghanistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ