Team VTV02:13 PM, 04 May 20
| Updated: 02:18 PM, 04 May 20
લોકડાઉનમાં ફસાયેલા મજદૂરોની ઘર વાપસીને લઇને દેશમાં હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર પર મજદૂરો પાસેથી ભાડુ લેવાની નિંદા કરી છે. શ્રમિકોને લઇને 'શ્રમિક ટ્રેન' નામની સ્પેશિયલ ટ્રેન ચલાવામાં આવી રહી છે, જેમાં ભાડુ લેવાને લઇને સત્તાધારી અને વિપક્ષ આમને-સામને જોવા મળી રહ્યું છે. રાજકીય નિવેદનોની વચ્ચે રેલવેનો એ પત્ર સામે આવ્યો છે જેમાં રાજ્ય સરકારોને જણાવામાં આવ્યું છે કે તેઓ મુસાફરો પાસેથી રૂપિયા લે અને તે રૂપિયા રેલવેને આપે.
રેલવે યાત્રા સાથે જોડાયેલ પત્ર આવ્યો સામે
પત્રમાં મુસાફરો પાસેથી ભાડુ વસુલવાની વાત
રાજ્ય સરકારોને ભાડુ વસુલીને રેલવે સોંપવાની વાત
2જી મેના પત્રમાં રેલવે વિભાગ દ્વારા પ્રવાસી મજદૂરો, શ્રદ્ધાળુઓ, યાત્રિઓ, વિદ્યાર્થીઓ અને અલગ-અલગ જગ્યામાં લોકડાઉનમાં ફસાયેલા લોકો માટે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. પત્રમાં જણાવામાં આવ્યું છેકે જે રાજ્યમાંથી આ સ્પેશિયલ ટ્રેન ચાલશે, રાજ્ય સરકાર તરફથી ઉપલબ્ધ કરાવામાં આવેલી યાદી મુજબ રેલવે ટિક્ટ છપાશે અને રાજ્ય સરકારને અપાશે. ત્યારબાદ આ ટિક્ટ સ્થાનિક તંત્ર પ્રવાસીઓને આપી તેમની પાસેથી ભાડુ વસુલશે અને તે રૂપિયા રેલવે વિભાગને આપવામાં આવશે.
શું છે પૂરો વિવાદ
ખરેખર તો કોરોના વાયરસની મહામારીને લઇને જાહેર કરવામાં આવેલ લોકડાઉનને લઇને સતત એક માગ ઉઠી રહી હતી કે બીજા રાજ્યોમાં ફસાયેલા મજદૂરો, વિદ્યાર્થીઓ અથવા બીજા લોકોને તેમના ઘરે જવા માટે વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારો દ્વારા પણ આ માંગણી કરવામાં આવી રહી હતી. જેને લઇને કેન્દ્ર સરકારે પ્રવાસી મજદૂરો, શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ સહિત ફસાયેલા લોકોને પોત-પોતાના ગૃહરાજ્યમાં જવા અંગેની મંજૂરી આપી હતી.
સરકારે જ્યારે આ અંગેની ગાઇડલાઇન જાહેર કરી હતી ત્યારે રાજ્ય સરકારોની તરફથી ચોખવટ કરવામાં આવી હતી કે આટલી મોટી સંખ્યામાં ફસાયેલા લોકોને ટ્રેન વગર લાવવું શક્ય નથી. ત્યારબાદ ફસાયેલા લોકો માટે શ્રમિક ટ્રેન ચલાવામાં આવી. આ ટ્રેનમાં મજદૂરોને અલગ-અલગ રાજ્યોમાંથી પોતાના ઘરે પહોંચાડવામાં આવી રહ્યાં છે, પરંતુ વિવાદ એ વાત પર વધી ગયો કે મુશ્કેલીનો સામનો કરી રહેલા મજદૂરો પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવ્યાં.
રેલવે ટિકિટના પૈસા લેવાના મામલે બિન-ભાજપ શાસિત રાજ્ય સરકારે સિવાય કોંગ્રેસ પાર્ટી તેમજ બીજા વિપક્ષી દળોએ પણ આ મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને મોદી સરકારને મજદૂરો પાસેથી ભાડુ વસુલવા પર ઘેરી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ મજદૂરો પાસેથી ભાડુ વસલવાની ટીકા કરી છે.
પ્રવાસીઓની ગાઇડલાઇન્સ
ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં યાત્રામાં ફસાયેલા આ પત્રમાં ગાઇડલાઇન પણ જણાવી છે. પત્રમાં જણાવામાં આવ્યું છે કે આ ટ્રેન આમ જનતા માટે ચલાવામાં આવી રહી નથી પરંતુ રાજ્ય જેને ઇચ્છે તે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. રેલવે દ્વારા જણાવાયું હતું કે શ્રમિક ટ્રેનમાં મુસાફરી કરનારા બધા પ્રવાસીઓ કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા માસ્ક લગાવશે તેમજ સોશિયલ ડિસ્ટેન્સિગનું પાલન કરશે.