India likely to approve oxford astrazeneca covid19 vaccine today
કોરોના /
ભારત માટે આજે આવી શકે છે મહામારીના અત્યાર સુધીના સૌથી મોટા અને રાહતના સમાચાર, બેઠક ચાલુ
Team VTV02:50 PM, 30 Dec 20
| Updated: 02:54 PM, 30 Dec 20
ભારતમાં કોરોના રસી માટેની આશાઓ વધી ગઈ છે. ત્યારે બુધવારે કોરોના રસી અંગે સમિતિની બેઠક યોજાઈ છે, જેમાં ભારતમાં કોરોના રસીને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે.
નવા વર્ષ પહેલાં, દેશના લોકો કોરોના સામે લડવા પર સારા સમાચાર મેળવી શકે છે. જો સૂત્રોનું માનવું હોય તો, 'કોવિશિલ્ડ' રસી આજે ભારતમાં મંજૂર થઈ શકે છે. શરૂઆતમાં, આ રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી શકાય છે.
સબ્જેક્ટ ઍક્સપર્ટ કમિટી (SEC) ની બુધવારે કોરોના રસી અંગે બેઠક યોજાવાની છે, જેમાં ભારતમાં કોરોના રસીને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવશે.
આ કારણે ભારતની અપેક્ષાઓ વધી ગઈ
યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટને ઓક્સફર્ડની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી છે. થોડા દિવસોમાં, બ્રિટનના લોકો ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસીનો ડોઝ લેવાનું શરૂ કરશે. બ્રિટનની મંજૂરી પછી, ભારતમાં અપેક્ષાઓ વધી છે, કારણ કે ઓક્સફર્ડની કોરોના રસી અહીં ઉપયોગ માટે મંજૂરીની અગ્રેસર છે.
ભારતમાં પણ મળી શકે છે
ઓક્સફોર્ડના વેક્સિન નિર્માતા કંપની એસ્ટ્રાજેનેકાને બ્રિટને 100 મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો છે. તેનાથી 50 મિલિયન લોકોને રસી આપવામાં આવશે. ભારતમાં પણ આગામી અઠવાડિયે ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી શકે છે.
4-5 કરોડ ડોઝ કરાયા છે તૈયાર : અદાર પૂનાવાલા
SIIના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે, કોવિશીલ્ડની 4-5 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ફરી એકવાર તેમને મંજૂરી મળી જાય છે તો તે સરકારે નક્કી કરવાનું રહેશે કે કેટલી વેક્સિન લઇ શકાય છે. આ સાથે જ SII પ્રમુખે એવા દાવો કર્યો કે, અમે જુલાઇ 2021 સુધી લગભ 30 કરોડ ડોઝનું ઉત્પાદન કરી લઇશું
ભારતમાં નવા સ્ટ્રેનવાળા 20 દર્દીઓની પુષ્ટિ
યૂનાઇટેડ કિંગડમથી પરત ફરેલા 20 યાત્રીઓમાં અત્યાર સુધીમં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. આ પહેલા અગાઉના દિવસે દેશમાં અલગ-અલગ ભાગમાં 6 જ કેસ સામે આવ્યા હતા. કોલકાતામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનનો મામલો સામે આવ્યો છે.
અત્યાર સુધીમાં 1423 લોકોનું થયુ છે ટ્રેસિંગ
સરકારના એક નિવેદન મુજબ અત્યાર સુધીમાં બ્રિટેનથી પરત ફરેલા 1423 લોકોને ટ્રેસ કરવામાં આવ્યાં છે. 17 લોકોની શોધ કરવામાં આવી રહી છે. બ્રિટેનથી 1406 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો, જેમાં 12નો રિપોર્ટ પોઝિટવ આવ્યો. તેમના સંપર્કમાં આવેલા 6364 લોકોમાંથી 12 સંક્રમિત થયા છે. બધાના સેમ્પલ જીનોમ સીક્રેસિંગ માટે હેદરાબાદ મોકલવામાં આવ્યાં છે.