બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / મોટી ઈવેન્ટ પહેલા ભારતના દિગ્ગજ ખેલાડીએ સંન્યાસનું કર્યું એલાન, 18 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Last Updated: 05:44 PM, 22 July 2024
પેરિસ ઓલિમ્પિક 2024માં ફરી એકવાર તમામની નજર ભારતીય હોકી ટીમ પર રહેશે. ગત ઓલિમ્પિકમાં પુરુષોની હોકી ટીમે 41 વર્ષનો ઇતજાર ખતમ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ટીમ પાસેથી ફરી એકવાર સારા અથવા વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. આ વખતે ઓલિમ્પિક ટીમ ઈન્ડિયા અને તેના પ્રશંસકો માટે વધુ ખાસ અને ભાવનાત્મક બનવા જઈ રહ્યું છે, કારણ કે છેલ્લા બે દાયકાથી ટીમના ગોલની દિવાલ બની રક્ષા કરનાર દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશએ નિવૃત્તિની જાહેરાત કરી છે. ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર શ્રીજેશે સોમવારે જાહેરાત કરી હતી કે તે પેરિસ ગેમ્સ બાદ આ રમતને અલવિદા કહી દેશે.
ADVERTISEMENT
ઓલિમ્પિક માટે પેરિસ પહોંચ્યાના માત્ર બે દિવસ પછી ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે 22 જુલાઈએ 'X' પર એક પોસ્ટમાં નિવૃત્તિની જાહેરાત કરી. 36 વર્ષીય શ્રીજેશે કહ્યું કે તે તેની કારકિર્દીના નિર્ણાયક મોડ પર ઉભો છે અને તેનું હૃદય ગર્વથી ભરેલું છે. શ્રીજેશે તેના કોચ, તેના પરિવાર, સાથી ખેલાડીઓ અને પ્રશંસકોનો આભાર માન્યો અને તેની કારકિર્દીની મોટી ઉપલબ્ધિઓને યાદ કરતાં કહ્યું કે અહીં તે તેના કેરીયરનો અંત લાવવા જઈ રહ્યો છે અને એક નવો અધ્યાય શરૂ કરવાનો છે.
As I stand on the threshold of my final chapter in international hockey, my heart swells with gratitude and reflection. This journey has been nothing short of extraordinary, and I am forever grateful for the love and support from my family, teammates, coaches, and fans. pic.twitter.com/MqxIuTalCY
— sreejesh p r (@16Sreejesh) July 22, 2024
ADVERTISEMENT
18 વર્ષ પહેલા ડેબ્યૂ કર્યું હતું
કોચીમાં જન્મેલા પરથુ રવિન્દ્રન શ્રીજેશે 2006માં 18 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે શરૂઆતમાં સિનિયર ગોલકીપરના કારણે શ્રીજેશને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે લાંબો સમય રાહ જોવી પડી હતી અને ઘણીવાર તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ 2011 પછી તેણે ટીમ ઈન્ડિયાની દિવાલ તરીકે પોતાની જાતને સ્થાપિત કરી હતી. અહીંથી શ્રીજેશે પોતાની એકલા ગોલકીપિંગના આધારે ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેવી ઈવેન્ટ્સમાં ઘણી મેચ જીતી કે બચાવી. તેને 2014 અને 2018 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટૂર્નામેન્ટનો શ્રેષ્ઠ ગોલકીપર એવોર્ડ પણ મળ્યો હતો.
ADVERTISEMENT
ટોક્યોમાં કરી કમાલ
ADVERTISEMENT
ત્યારબાદ 2016માં શ્રીજેશને ભારતીય ટીમની કમાન સંભાળવાની તક મળી, જ્યાં તેમના નેતૃત્વમાં ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી. ત્યારબાદ ટોક્યો 2020માં શ્રીજેશ સહિત સમગ્ર ટીમે કમાલ કરી જેની દેશ ઘણા દાયકાઓથી દેશ રાહ જોઈ રહ્યો હતો. સેમિફાઇનલમાં હાર્યા બાદ ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને હરાવીને 41 વર્ષ બાદ મેડલ જીત્યો હતો. શ્રીજેશે છેલ્લી 5 મિનિટમાં ઘણા પેનલ્ટી કોર્નર અને ઘણા શોટ બચાવીને આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ટીમને આ યાદગાર મેડલ અપાવ્યો હતો.
વધુ વાંચોઃ Olympicમાં માત્ર ભારતીય મહિલા પ્લેયરે જ કર્યો છે આ કમાલ, નોંધાયોલે છે અનોખો રેકોર્ડ
ADVERTISEMENT
આ સિવાય શ્રીજેશ 2014 અને 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતો. શ્રીજેશ 2014 અને 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ટીમનો પણ ભાગ હતો. આ સિવાય 2022માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવામાં શ્રીજેશની મહત્વની ભૂમિકા હતી. હવે શ્રીજેશ જે તેની છેલ્લી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે, તેની પાસેથી ફરી એકવાર ટોક્યો જેવા કમાલની અપેક્ષા રાખવામાં આવશે, જેથી તે અન્ય મેડલ સાથે ભારતીય હોકી સાથેની તેની અદ્ભુત સફરનો અંત લાવી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.