અર્થતંત્ર / મંદીના માહોલ વચ્ચે આવ્યા એવા સમાચાર કે મોદી સરકારને થશે હાશકારો

India jumps to 63rd position in World Banks Ease of Doing Business 2019

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારત સ્થિતિમાં સુધારો થયો છે. 190 દેશોની યાદીમાં ભારત 63માં ક્રમે પહોંચ્યુ છે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ભારતે સતત પાંચમીવાર પ્રગતિ કરી છે. પહેલાં ભારત 77માં ક્રમે હતું. 14 અંકના સુધારા સાથે હવે ભારત 63માં સ્થાને પહોંચી ગયું છે. આ સાથે જ છેલ્લા 3 વર્ષમાં ભારત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં ઝડપથી સુધારો કરનાર ટોપ 10ની યાદીમાં પણ સામેલ થઈ ગયું છે. જો 2014થી અત્યાર સુધીની વાત કરીએ તો ભારતે 79 અંકનો સુધારો કર્યો છે. આટલા વર્ષોમાં કન્ટ્રક્શન પરમિટ, પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, વિદેશી વ્યાપાર, ટેક્સની ભરપાઈ જેવી બાબતોમાં જબરદસ્ત સુધારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ