વિશ્વના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, ભારતમાં ઓછો થયો ભ્રષ્ટાચાર

By : admin 10:59 AM, 30 January 2019 | Updated : 10:59 AM, 30 January 2019
વિશ્વના ભ્રષ્ટ દેશોની યાદી જાહેર થઈ છે. આ યાદી મુજબ ભારતની સ્થિતિમાં સુધારો આવ્યો છે. 180 દેશોની આ યાદીમાં ભારત 3 ક્રમના સુધારા સાથે 78મા નંબરે પહોંચ્યુ છે. એટલે કે ભારતથી વધુ રશિયા, ચીન અને પાકિસ્તાન સહિત 102 દેશોમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે.

જ્યારે સોમાલિયા વિશ્વનું સૌથી ભ્રષ્ટ દેશ બતાવવામાં આવ્યું છે. એક ભ્રષ્ટાચાર નિરોધક સંગઠન ટ્રાંસપરન્સી ઈન્ટરનેશનલે વૈશ્વિક ભ્રષ્ટાચાર સૂચકાંક 2018ની યાદી જાહેર કરી છે. જેમાં વિશ્વના 180 દેશના નામ છે.

પહેલા નંબરે ડેનમાર્ક છે એટલે કે ત્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર થાય છે. જ્યારે ભારતનો નંબર 78 છે. આ પહેલા વર્ષ 2017માં જાહેર કરવામા આવેલી યાદીમાં ભારતનો ક્રમ 81 હતો. એટલે કે એક વર્ષની અંદર ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો છે.

જોકે, સુધારો મામૂલી છે. તો પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ લિસ્ટમાં ચીન 87માં નંબરે પાકિસ્તાનની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. 180 દેશોની યાદીમાં પાકિસ્તાન 117માં ક્રમે છે.

સૌથી સારો દેશ ડેનમાર્ક છે અને તે બાદ ન્યૂઝિલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન અને સ્વિત્ઝરલેન્ડનો નંબર આવે છે. તો ડોનાલ્ડ ટ્રંપના રાજમાં અમેરિકાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. આ વર્ષે અમેરિકાને 71 પોઈન્ટ મળતા તે ટોપ 20 દેશમાંથી બહાર ફેંકાયુ છે.Recent Story

Popular Story