ભારતનાં પ્રજાસત્તાક દિવસનાં કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો આવ્યા છે ત્યારે ભારતે બ્રાઝિલની મહિલાઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરી છે. આ બે મહિલાઓનું નામ છે લિયા ડીસ્કિન અને ગ્લોરિયા અરેરિયા.
બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ બન્યા ભારતના મહેમાન
પદ્મ પુરસ્કારોના નામની ઘોષણા કરવામાં આવી
બ્રાઝીલની બે મહિલાઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર
ડીસ્કિને પોતાનું જીવન મહાત્મા ગાંધીના અહિંસાના સંદેશ માટે વિતાવ્યું છે. અરેરિયાને આ સન્માન સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે જ્યારે ડીસ્કિનને આ સન્માન સામાજિક કાર્યો કરવા બદલ આપવામાં આવ્યો છે. ડીસ્કિન છેલ્લા 30 વર્ષથી મહાત્મા ગાંધીનાં વિચારોને બ્રાઝિલ અને લેટિન અમેરિકામાં ફેલાવી રહી છે. જયારે અરેરિયા બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં રહે છે. અરેરિયા વેદાંતના શિક્ષક છે.
લિયા ડીસ્કિન (ડાબે) ગ્લોરિયા અરેરિયા (જમણે)
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે ભારત બ્રાઝિલનાં રાષ્ટ્રપતિનું મુખ્ય અતિથી તરીકે સ્વાગત કરી રહ્યું છે ત્યારે ભારત લિયા ડીસ્કિન અને ગ્લોરિયા અરેરિયાને પદ્મશ્રીથી સન્માનિત કરે છે. જે ભારતનું ચોથા નંબરનું શ્રેષ્ઠ સન્માન છે.
પદ્મ પુરસ્કાર ભારતનાં શ્રેષ્ઠ પુરસ્કારોમાં એક છે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી ભારત રત્ન પછી અનુક્રમે બીજું, ત્રીજું અને ચોથું સૌથી મોટું સન્માન છે. આ વર્ષે સાત લોકોને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેમાં 34 મહિલાઓનો સમાવેશ થાય છે.
On the eve of the 71st #RepublicDay graced by the Brazilian Pres @jairbolsonaro as the Chief Guest, India honours two inspirational Brazilian women Lia Diskin & Gloria Areria with Padma Shri, our 4th highest civilian award. pic.twitter.com/jGcyID3ZNV