બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને ગોલ્ડ મેડલની આશા, ટીમના ખેલાડીએ કહી મોટી વાત
Last Updated: 03:57 PM, 20 July 2024
આગામી દિવસોમાં પેરિસ ખાતે શરૂ થનાર ઓલિમ્પિક ગેમ 2024 માં ભારતીય હોકી ટીમના ખેલાડીઓ ભાગ લેવા જઇ રહ્યા છે. ગત ઓલિમ્પિક ગેમમાં ભારતેે હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારે આ ઓલિમ્પિક દરમ્યાન ગોલ્ડ મેડલ લાવવા જુસ્સા સાથે ટીમના દરેક ખેલાડીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ટીમના ખેલાડી અને ઓલિમ્પિકમાં પ્રથમવાર રમી રહેલ ભારતીય હોકી ટીમના ખેલાડી સુખજીત સિંહે જણાવ્યું હતું કે મને ભારતીય હોકી ટીમ પાસેથી સારામાં સારું પ્રદર્શન કરે તેવી આશા છે. જોકે આ વખતે ભારતીય ટીમ માટે ગોલ્ડ મેડલ જીતવું સહેલું નહી હોય. કારણ કે ગ્રુપ સ્ટેજથી જ ભારતીય ટીમનો મુકાબલો અન્ય મોટી ટીમો સાથે થવા જઇ રહ્યો છે. ત્યારે પ્રથમવાર ભારતીય હોકી ટીમ તરફથી ઓલિમ્પિકમાં રમવા જઈ રહેલ સુખજીત સિંહે મોટું નિવેદન આપ્યુ હતુ. તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે ઓલિમ્પિકમાં રમવુ મારા અને મારા પરિવાર માટે એક મોટા સ્વપ્ન સમાન છે.
ADVERTISEMENT
શું કહ્યુ સુખજીત સિંહે
ADVERTISEMENT
સુખજીત સિંહે જણાવ્યું હતુ કે પાંચ મહિના સુધી પથારીવશ રહેવું તે મારા માટે સૌથી મુશ્કેલ સમય હતો. જેના કારણે હું માનસિક અને શારીરિક રૂપે તૂટી ગયો હતો. હોકી રમવી દૂરની વાત મારાથી ચાલી શકાતુ પણ ન હતું. મને મારા પગે ઉભો કરવામાં મારા પરિવારજનોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. જેના આધારે હું હોકી રમવા જઈ રહ્યો છું.
ADVERTISEMENT
પરિવારજનોની મને મેદાનમાં હોકી રમતો જોવાની ઈચ્છાના કારણે મને દર્દ અને મુશ્કેલીઓ સામે લડવાની તાકાત મળી છે. છેલ્લા 2 વર્ષ મારા માટે ઘણા સારા રહ્યા છે. હવે મારો સંપૂર્ણ ફોકસ પેરિસ ઓલિમ્પિક પર છે. હું મારી તરફથી ટીમમાં સારામાં સારુ રમવા અને સર્વોચ્ચ સન્માન અપાવવા કટિબદ્ધ છું.
ADVERTISEMENT
કેવું રહ્યુ સુખજીત સિંહનું પ્રદર્શન
સુખજીત સિંહ ભારત તરફથી 70 મેચ રમી ચુક્યા છે. જેમાં તેઓએ 20 ગોલ માર્યા છે. ભુવનેશ્વરમાં 2023 માં રમાયેલ એફઆઇએચ હોકી વર્લ્ડકપમાં 6 મેચોમાં 3 ગોલ મારીને મહત્વની ભૂમિકા ભજવી હતી. તથા પાછલા વર્ષે ચેન્નઇમાં રમાયેલ એશિયાઇ ચેમ્પિયનશીપ ટ્રોફી અને હેંગઝોઉ એશિયાઇ રમતોમાં સુવર્ણ પદક જીતનાર ટીમમાં રમ્યા હતા. શારીરિક ઇજામાંથી સ્વસ્થ થયા પછી વર્ષ 2021-22માં એફઆઇએચ પ્રો લીગ સત્ર દરમિયાન સ્પેન સામેની ડેબ્યૂ મેચમાં ગોલ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.