PAKના ક્રિકેટરનું નિવેદન, ''અમે હુમલાની નિંદા કરીએ છીએ, પરંતુ અમે દેશના PMની સાથે છીએ.''

By : juhiparikh 11:33 AM, 22 February 2019 | Updated : 11:33 AM, 22 February 2019
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બૉલર શોએબ અખ્તરે પુલવામામાં હુમલાની નિંદા કરી. એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલની સાથે વાતચીત કરતા અખ્તરે કહ્યુ કે, ''ભારત સરકાર આ પર નિર્ણય લઇ શકે છે કે તેમને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમની સાથે રમવુ છે કે નહીં.'' જોકે અખ્તરે તેમ પણ કહ્યુ કે, ''BCCIએ હંમેશાથી પાકિસ્તાની સાથે મેચ રમવાના પક્ષમાં રહી છે.'' પૂર્વ ક્રિકેટરે પાકિસ્તાનના PMના નિવદેનને સમર્થ આપતા કહ્યુ કે, ''અમે આ હુમલાની નિંદા કરીએ છીએ,  પરંતુ અમે દેશના PMની સાથે છીએ.'' 

પાકિસ્તાના PM ઇમરાન ખાનના નિવદેનને સહમતિ આપતા અખ્તરે કહ્યુ કે, ખિલાડી તરીકે તે રાજનીતિથી દૂર છે, પરંતુ એક દેશવાસી હોવાના કારણે પાકિસ્તાનના PMને સમર્થન કરે છે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત ક્રિકેટરે કહ્યુ કે, ''ખેલ અને રાજનીતિ એકસાથે હોવી જોઇએ. અમારો જવાબ સ્પષ્ટ નથી એક ના હોવો જોઇએ. આજના હાલાતમાં આ સવાલ ગંભીર બની ગયો છે. હુમલામાં જેમને જીવ ગુમાવ્યો છે તેના જવાબદારોની  અમે નિંદા કરીએ છીએ. એક દેશ તરીકે અમે એક છીએ અને અમારા પ્રધાનમંત્રી સાથે ઉભા છીએ.''

આ પછી શોએબ અખ્તરે પાકિસ્તાને બૉયકૉટ વિવાદમાં કહ્યુ, ''ભારતનો આ પર નિર્ણય લેવાના હકે છે. તેમણે કહ્યુ કે, ભારતને મેચ ના રમવાનો નિર્ણય લેવાનો હક છે. તેમના દેશ પર હુમલો થયો છે અને કોઇ પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. અમે આ મુદ્દા પર કોઇ વિવાદ ના કરી શકીએ.''

તમને જણાવી દઇએ કે, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન જેવા ખિલાડીઓનુ કહેવુ છે કે ,''પાકિસ્તાનને વર્લ્ડ કપમાં બૉયકોટ કરવામા આવશે.'' અખ્તરે આ વાતને સહમતિ ના આપતા કહ્યુ કે, ''ખિલાડીઓનું કામ રાજનીતિ કરવાનું નથી પરંતુ ખેલ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે. ક્રિકેટે હંમેશા 2 દેશોની વચ્ચે વધારે સારા સંબંધ બનાવવાનું કામ કર્યુ છે. BCCIએ હંમેશા પાકિસ્તાનની સાથે મેચ રમવાના પક્ષમા રહ્યુ છે પરંતુ આ નિર્ણય તેમની સરકારનો છે.''Recent Story

Popular Story