બ્રેકિંગ ન્યુઝ
VTV / India has successfully launched Agni 1 missile
Mahadev Dave
Last Updated: 11:15 PM, 1 June 2023
ADVERTISEMENT
ભારતે અંતરીક્ષક ક્ષેત્રે વધુ એક સફળતા હાંસલ કરી છે. આજે ઓડિસ્સાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી મધ્યમ મંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1 નું સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મામલે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ સત્તાવાર રીતે માહિતી આપી હતી.
India carries out successful training launch of Medium-Range Ballistic Missile, Agni-1 from APJ Abdul Kalam Island in Odisha. The missile is capable of striking targets with a very high degree of precision. The training launch successfully validated all operational & technical… pic.twitter.com/7bDEgL7BUa
— ANI (@ANI) June 1, 2023
ADVERTISEMENT
અગ્નિ એકનું સફળ પરીક્ષણ
એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી અગ્નિ એકનું સફળ પરીક્ષણ કરાયા બાદ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ભારત ભૂષણએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ મિસાઈલ ખૂબ જ ઉચ્ચ સ્તરની ચોકસાઈ સાથે લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે છે. તેઓએ કહ્યું કે લોન્ચ કરતી વહેલા એ મિસાઈલના તમામ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી.
ભારતે મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-1નું સફળ પરીક્ષણ કર્યું#india #missile #vtvgujarati pic.twitter.com/FfA9hCNFBp
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 1, 2023
3,500 કિમીની રેન્જ
બે દાયકાથી ભારત વિવિધ બેલેસ્ટિક મિસાઇલો, ચોકસાઇ-માર્ગદર્શિત શસ્ત્રો અને સંબંધિત 'પ્લેટફોર્મ' વિકસાવીને તેની વ્યૂહાત્મક ક્ષમતાને વધારવા પર વધુ ધ્યાન આપી રહ્યું છે. 'અગ્નિ' શ્રેણીની મિસાઈલોના વિવિધ પ્રકારો વિકસાવ્યા છે. ગયા ડિસેમ્બરમાં, ભારતે અગ્નિ-5, પરમાણુ-સક્ષમ બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. જે 5,000 કિમી દૂર સુધીના દૂશ્મન નિશાનને ભેદી શકે છે. અગ્નિ 1 થી 4 મિસાઈલ 700 કિમીથી 3,500 કિમીની રેન્જ ધરાવે છે અને તે પહેલાથી જ તૈનાત કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.