બ્રેકિંગ ન્યુઝ
Parth
Last Updated: 05:30 PM, 18 March 2020
ADVERTISEMENT
ભારતમાંથી નિકાસ વધવાના ત્રણ સ્પષ્ટ કારણો છે. એક, ભારત એવા દેશોમાં નવી નિકાસની તકોમાં રોકાણ કરી શકે છે કે જ્યાં કોરોનાને કારણે ચીનમાંથી નિકાસ ઘટી છે કે સાવ બંધ થઇ છે. બીજુ કે અમેરિકા હાલ ભારતનું એક મોટું વેપારી ભાગીદાર છે અને હાલના સંજોગોમાં ભારતમાંથી અમેરિકામાં નિકાસની સંભાવના વધી છે. અત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. મેક ઈન ઈન્ડિયાને પ્રાધાન્ય, ગુણવત્તા યુક્ત ઉત્પાદન અને સસ્તા લેબરને લીધે એવા દેશોમાં પણ ભારતીય નિકાસ વધવાની અપેક્ષા છે, જ્યાં અત્યાર સુધી આપણી નિકાસ સાવ ઓછી છે.
ADVERTISEMENT
ચીનમાં કોરોના વાયરસની ગંભીર અસર વેપાર-ઉદ્યોગ પર પડી છે. અહીં સેંકડો ફેક્ટરીઓ બંધ છે અથવા તો ઘણું ઓછું ઉત્પાદન કરે છે. ચાનમાં કોલસાના વપરાશમાં ૭પ ટકાનો ઘટાડો થયો છે. ઘણી મોટી કંપનીઓએ ચીનમાં તેમનો વ્યવસાય બંધ કરી દીધો છે. છેલ્લા બે મહિનામાં ચીનની નિકાસમાં લગભગ ૧૭ ટકાનો ઘટાડો થયો છે. યુએસ અને ચીન વચ્ચેના ટ્રેડ વોરના પગલે ભારત માટે જે તકો વધી રહી હતી, તે કોરોનાને કારણે હવે મજબૂત સંભાવનામાં ફેરવાઈ છે.
વર્ષ ર૦૧૮-૧૯માં અમેરિકાએ ચીનને પાછળ છોડી દીધું ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બની ગયું હતું. ભારત અને અમેરિકા વચ્ચે ર૦૧૮-૧૯માં. ૮૭.૯પ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. જ્યારે ચીન સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર આ સમયગાળા દરમિયાન ૮૭.૦૭ અબજ ડોલર રહ્યો છે. અમેરિકા એવા કેટલાક દેશોમાંનો એક છે જેનો ઝુકાવ ભારતની તરફેણમાં વધુ છે. વર્ષ ર૦૧૮-૧૯માં ચીન સાથે ભારતની પ૩.પ૬ અબજ ડોલરની વેપાર ખાધ હતી, જ્યારે તે અમેરિકા સાથે ૧૬.૮પ અબજ ડોલરનો નફો મેળવવાની સ્થિતિમાં ભારત હતું. તાજેતરમાં સીઆઈઆઈ દ્વારા પ્રકાશિત સંશોધન પેપર 'ઇન્ડિયન એક્સ્પોર્ટ ધ નેક્સ્ટ ટ્રેક્જેક્ટરી મેપિંગ પ્રોડક્ટ્સ એન્ડ ડેસ્ટિનેશન્સ'માં ભારતની નિકાસમાં વધારો કરવાની મોટી સંભાવના ધરાવતી ૩૭ ચીજવસ્તુઓની ઓળખ કરી છે. જેમાં મહિલાઓના વસ્ત્રો, દવા, ફર્નિચર, સાઈકલ, હાઇડ્રોકાર્બન જેવી વસ્તુઓ સામેલ છે.
નિકાસ વધારવા માટે નિકાસકારોને વાજબી દર પર સમયસર લોન આપવાની સિસ્ટમ સુનિશ્ચિત કરવી પડશે. આ ઉપરાંત રૂપિયાની વધઘટ, કસ્ટમ વિભાગની કનડગત, સર્વિસ ટેક્સ જેવા અનેક નિકાસને અસર કરતા ઘણા મુદ્દાઓનો નિવેડો લાવવા સરકારે ખાસ નીતિ બનાવવી જોઇએ. કેમ કે અત્યારે ભારત માટે સૌથી સારી તક છે. સરકાર કાચા માલ માટે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ચીન પરની નિર્ભરતાને સમાપ્ત કરવા માટે ર,૦૦૦ કરોડ રૂપિયાની યોજના જાહેર કરી છે.
સરકારે નિકાસને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય ધોરણોને અપનાવવાની, નિકાસ મંજૂરીની પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન, માળખાગત સુવિધાઓમાં સુધારા કરવાની ખાતરી આપી છે. આ બધી બાબતોનો જો ખરા અર્થમાં અમલ થાય તો વૈશ્વિક નિકાસમાં ભારતનો હિસ્સો બે ટકા કરવાનું સ્વપ્ન બહુ જલદી સાકાર થઈ શકે છે.પહેલા મંદી અને હવે કોરોનાના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાભરના બજારો ભીંસમાં મુકાયા છે. જોકે નિષ્ણાતોના મતે આગામી એક-બે મહિનામાં કોરોનાનો કહેર ઠીકઠીક કન્ટ્રોલમાં આવી જાય તેવી શકયતા છે.તે પછી દુનિયાભરના બજારોમાં ફરી રોનક જોવા મળે તેવી પણ શકયતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
PM Modi US visit / PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચ્યા, ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક મુલાકાત
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.