બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં માતા પિતાના સંબંધ પર ભદ્દી કમેન્ટ, રણવીર પર ભડક્યા દર્શકો

VIDEO / ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં માતા પિતાના સંબંધ પર ભદ્દી કમેન્ટ, રણવીર પર ભડક્યા દર્શકો

Last Updated: 11:25 AM, 10 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બીયરબાઇસેપ્સ' ના નામે જાણીતો યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા તાજેતરમાં કોમેડિયન સમય રૈનાના "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" શોમાં દેખાયો હતો અને ત્યાં બંને વચ્ચે એવું તો શું થયું કે હાલ સોશિયલ મીડિયા પર રણવીરની ટીકા થઈ રહી છે. જાણો સમગ્ર મામલો.

કોમેડિયન સમય રૈના તેના અનફિલ્ટરડ અને ડિરેક્ટ કન્ટેન્ટ માટે જાણીતો છે ત્યારે તેના એક શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના તાજેતરના એક એપિસોડમાં જાણીતો યુટ્યુબર-પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ અને અપૂર્વ મુખિજા જેવા કન્ટેન્ટ ક્રીએટર કે જેઓ 'ધ રિબેલ કિડ' તરીકે જાણીતા છે તેમની સાથે જોડાયો હતો અને આ શો દરમિયાન તેણે એક સ્પર્ધકને એવો પ્રશ્ન પૂછ્યો હતો જેને લઈને રણવીરની હાલ ટીકા કરવામાં આવી રહી છે.

ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં હંમેશા સ્પર્ધકોને અતરંગી સવાલો પૂછવામાં આવતા હોય છે તે સામાન્ય છે તેવામાં તાજેતરના એક એપિસોડમાં રણવીરે જાણે તમામ હદ વટાવી દીધી હોય તેમ એક સ્પર્ધકને પ્રશ્ન કર્યો હતો કે, “Would you rather watch your parents have sex for the rest of your life — or would you join in once and stop it forever?” ("શું તમે તમારા માતાપિતાને તમારા બાકીના જીવન માટે દરરોજ સેક્સ કરતા જોવાનું પસંદ કરશો કે એક વાર જોડાઈને તેને કાયમ માટે બંધ કરી દેશો?")

આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર ટીકા અને ટિપ્પણી કરી રહ્યા છે.

નીલેશ મિશ્રાએ કરી આકરી ટીકા

આ સમગ્ર મામલે જાણીતા પત્રકાર અને ગીતકાર નીલેશ મિશ્રાએ પોતાની પ્રતિક્રિયા આપતા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમની ટીકા કરી હતી અને અને તેમને ' વિકૃત સર્જકો' કહ્યા હતા. નીલેશ મિશ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે,

"આપણા દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને આકાર આપનારા વિકૃત સર્જકોને મળો. મને ખાતરી છે કે દરેકના લાખો ફોલોઅર્સ છે. આ કન્ટેન્ટને એડલ્ટ કન્ટેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવી નથી - જો અલ્ગોરિધમ તેને ત્યાં લઈ જાય તો બાળક પણ તેને સરળતાથી જોઈ શકે છે. આના સર્જકો અને પ્લેટફોર્મ સખત બેજવાબદાર છે.

મને એ વાતનું પણ આશ્ચર્ય નથી કે ડેસ્ક પર એ ચાર લોકોએ - અને પ્રેક્ષકો આ ઘટનાને એન્જોય કરી રહ્યા છે. આ સર્જકો વાણી સ્વાતંત્ર્યના નામે કંઈપણ કહી શકે છે અને તેનાથી છટકી શકે છે.ફરીથી, એવા સર્જકોને મળો જે આપણા દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થાને આકાર આપી રહ્યા છે."

તો બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે શ્રી મિશ્રાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે , "આ સર્જનાત્મક નથી, આ વિકૃતિ છે. અને કોઈપણ વિકૃત વર્તનને સામાન્ય (cool) ગણાવી શકાય નહીં. ચિંતાની વાત તો એ છે છે આવી ટિપ્પણીને પણ સારો પ્રતિસાદ મળે છે."

સોશિયલ મીડિયા પર રણવીરની ટીકા

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે પણ ટીકા કરી છે. એક યુઝરે લખ્યું કે, " માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને વિનંતી કે આવા લોકો સામે પગલાં લો" બીજા યુઝરે કહ્યું કે, "શ્રીમાન અલ્લાહબાદિયાનું અત્યંત મૂર્ખતાભર્યું કામ" અન્ય રક યુઝરે કહ્યું, " આજકાલ જે ફની (રમૂજી) માનવામાં આવે છે તેનું સત્ર સાવ નીચે ગયું છે". એક યુઝરે એમ પણ કહ્યું કે, " અમિતાભ બચ્ચનને પણ આવા ચહેરાઓને કૌન બનેગા કરોડપતિમાં લાવવા બદલ શરમ આવતી હશે." તમને જણાવી દઈએ કે તાજેતરમાં કન્ટેન્ટ ક્રિએટર્સ સમય રૈના, તન્મય ભટ, ભુવન બામ અને કામિયા જાની આ ટેલિવિઝન ગેમ શોમાં સાથે દેખાયા હતા.

વધુ વાંચો: હાલ કયું પીકચર જોવા જેવું? જૂની ફિલ્મે નવી ફિલ્મની બગાડી બાજી, છાવાનું છપ્પરફાડ એડવાંન્સ બુકિંગ

અગાઉ પણ ટિપ્પણી બદલ કેસ

રણવીર અલ્લાહબાદિયા હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કે કોઈ પોસ્ટ કરી નથી. ત્યારે આ પહેલીવાર નથી જ્યારે શ્રી રૈનાનો યુટ્યુબ રિયાલિટી શો "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" સમાચારમાં છે. ગયા અઠવાડિયે, અરુણાચલ પ્રદેશના એક સ્પર્ધક સામે કૂતરાના માંસ પરની ટિપ્પણી બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Samay Raina India’s Got Latent Ranveer Allahbadia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ