બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:42 PM, 10 January 2025
ભારતીય અર્થતંત્ર 2025 માં 6.6 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે, જેને મુખ્યત્વે મજબૂત ખાનગી વપરાશ અને રોકાણનો સપોર્ટ મળશે. ઉપરાંત, દક્ષિણ એશિયામાં આર્થિક વૃદ્ધિ આ વર્ષે મજબૂત રહેવાની ધારણા છે, જે મુખ્યત્વે ભારતના "મજબૂત પ્રદર્શન" દ્વારા પ્રેરિત રહેશે. બુધવારે જાહેર થયેલા 'યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2025' રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયા માટે નજીકના ભવિષ્યમાં મજબૂત વિકાસ દર રહેવાની ધારણા છે, જેમાં 2025માં 5.7 ટકા અને 2026માં 6.0 ટકા વૃદ્ધિનો અંદાજ છે. આ ભારતમાં મજબૂત પ્રદર્શન તેમજ ભૂટાન, નેપાળ અને શ્રીલંકા સહિત કેટલીક અન્ય અર્થવ્યવસ્થાઓમાં આર્થિક સુધારાથી પ્રેરિત છે.
ADVERTISEMENT
2026 માં 6.8% રહી શકે છે વિકાસ દર
ભારતીય અર્થતંત્ર 2025 માં 6.6 ટકા અને 2026 માં 6.8 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે. ભારતીય અર્થતંત્ર 2026 માં 6.8 ટકાના વિકાસ દર પર પાછું ફરવાનો અંદાજ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, "દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં સૌથી મોટું ભારતીય અર્થતંત્ર 2025 માં 6.6 ટકા સુધી વધવાનું અનુમાન છે, જેને મુખ્યત્વે મજબૂત ખાનગી વપરાશ અને રોકાણનું સમર્થન મળશે. વધુમાં, માળખાગત વિકાસ પરના મૂડી ખર્ચથી આગામી વર્ષોમાં વૃદ્ધિ પર મજબૂત ગુણક અસર થવાની અપેક્ષા છે."
ADVERTISEMENT
2025 માં કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા
વધુમાં, 2025 માં અનુકૂળ ચોમાસાના વરસાદને કારણે તમામ મુખ્ય પાકોની ઉનાળાની વાવણીમાં સુધારો થશે, જેનાથી 2025 માં કૃષિ ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. અહેવાલમાં જણાવાયું છે કે પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં રોકાણ વૃદ્ધિ ખાસ કરીને મજબૂત રહી છે. આ આંશિક રીતે નવી સપ્લાય ચેઇનમાં સ્થાનિક અને વિદેશી રોકાણથી પ્રેરિત છે, ખાસ કરીને ભારત, ઇન્ડોનેશિયા અને વિયેતનામમાં. ભારતમાં જાહેર ક્ષેત્ર મોટા પાયે માળખાગત પ્રોજેક્ટ્સ, ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટી અને સ્વચ્છતા અને પાણી પુરવઠામાં સુધારો સહીત સામાજિક માળખાગત સુવિધાઓને ધિરાણ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. 2025 માં મજબૂત રોકાણ વૃદ્ધિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ફુગાવામાં ઘટાડો
ભારતમાં ગ્રાહક ભાવ ફુગાવો 2024 માં અંદાજિત 4.8 ટકાથી ઘટીને 2025 માં 4.3 ટકા થવાનો અંદાજ છે, જે કેન્દ્રીય બેંક દ્વારા નિર્ધારિત બે થી છ ટકાની મધ્યમ ગાળાની લક્ષ્ય સીમાની અંદર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ડેટાને ટાંકીને, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં રોજગાર સૂચકાંકો 2024 સુધી મજબૂત રહ્યા જેનાથી શ્રમ બળ ભાગીદારી રેકોર્ડ સ્તરની નજીક રહી. આ દરમિયાન શહેરી બેરોજગારીનો દર 6.6 ટકા રહ્યો, જે 2023 માં નોંધાયેલા 6.7 ટકાના દરથી લગભગ યથાવત રહ્યો. દેશમાં મહિલા કાર્યબળની ભાગીદારીમાં પ્રગતિ થઈ છે, છતાં લિંગ અસમાનતા હજુ પણ યથાવત છે.
આ પણ વાંચો: સોનાએ લગાવી છલાંગ, ભાવમાં આટલો ઉછાળો, જાણો એક તોલાના લેટેસ્ટ રેટ
તેમાં કહેવામાં આવ્યું છે કે 2024 માં આબોહવા ઘટનાઓએ દક્ષિણ એશિયાને ગંભીર અસર કરી છે. વર્ષના પહેલા ભાગમાં બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા સહિત પ્રદેશના ઘણા દેશોમાં ગરમી, દુષ્કાળ અને અનિયમિત વરસાદ જોવા મળ્યો, જેના કારણે પાકનું ઉત્પાદન ઓછું થયું અને ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થયો. વધુમાં, હવામાન સંબંધિત ઘટનાઓ ગરીબ ગ્રામીણ પરિવારોને અપ્રમાણસર રીતે અસર કરી છે, જેના કારણે આવકમાં ઘટાડો થયો છે અને આવકની અસમાનતા વધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT