ઘટાડો /
વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો, જાણો ભારત પાસે કેટલો છે સોનાનો ભંડાર
Team VTV11:33 AM, 19 Dec 20
| Updated: 11:39 AM, 19 Dec 20
દેશનું વિદેશી મુદ્રા ભંડાર 11 ડિસેમ્બરના રોજ પુરુ થયેલ અઠવાડિયામાં 77.8 કરોડ ડોલર ઘટીને 578.568 અરબ ડોલર થઇ ગયું. આ અગાઉના અઠવાડિયે વિદેશી મુદ્રા ભંડાર 4.525 અરબ ડોલર વધીને 579.346 અરબ ડોલરની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો.
આ માટે જોવા મળ્યો ઘટાડો
ભારતીય રીઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર સમીક્ષાહેઠળના સમયગાળામાં વિદેશી મુદ્રા પરિસંપત્તિયો (AFCA)માં ઘટાના કારણે મુદ્રા ભંડારમાં ઘટાડો નોંધાયો છે. વિદેશી મુદ્રા પરિસંપત્તિયા, કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે.
રિઝર્વ બેંકના અઠવાડિયાના આંકડાઓ અનુસાર સમીક્ષાઅવધિમાં AFCA 1.042 અરબ ડોલર ઘટીને 536.344 અરબ ડોલર રહી ગઇ છે. AFCAને ડોલરમાં દર્શાવામાં આવે છે, પરંતુ તેમાં યૂરો, પોંડ અને યેન જેવી અન્ય વિદેશી મુદ્રાઓ પણ સામેલ હોય છે.
36.012 અરબ ડોલર રહ્યો સોનાનો ભંડાર
આંકડા અનુસાર 4 ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન દેશના સવર્ણ ભંડાર (સોનાનો ભંડાર)નું મૂલ્ય 28.4 કરોડ ડોલર વધીને 36.012 અરબ ડોલર થઇ ગયું. દેશને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)માં મળ્યું વિશેષ ડ્રોઇંગ અધિકાર 30 લાખ ડોલરના ઘટાડા સાતે 1.503 અરબ ડોલર અને IMFની જમા મુદ્રા ભંડાર પણ 1.6 કરોડ ડોલર ઘટીને 4.709 અરબ ડોલર થઇ ગયો.
શું છે વિદેશી મુદ્રા ભંડાર?
વિદેશી મુદ્રા ભંડાર દેશના કેન્દ્રીય બેંકો દ્વારા રાખવામાં આવેલ ધનરાશિ અથવા અન્ય સંપત્તિઓ હોય છે, જેનો ઉપયોગ જરૂર પડવા પર દેણદારોની ચૂકવણી માટે કરવામાં આવે છે. પર્યાપ્ત વિદેશી મુદ્રા ભંડર એક સ્વસ્થ અર્થવ્યવસ્થા માટે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ આયાતને સમર્થન આપવા માટે આર્થિક સંકટની સ્થિતિમાં અર્થવ્યવસ્થાને ઘણી આવશ્યક મદદ ઉપલબ્ધ કરાવે છે. એવામાં IMFમાં વિદેશી મુદ્રા અસેટસ, સવર્ણ ભંડાર અને અન્ય રિઝર્વ સામેલ હોય છે, જેમાં વિદેશી મુદ્રા અસેટસ સોના પછીનો સૌથી મોટો ભાગ રાખે છે.