સયુંક્ત રાષ્ટ્રમાં ભારતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના આરોપ પર જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત તરફથી યુએનમાં જે ઓફિસરે જવાબ આપ્યો તેનાથી પાકિસ્તાનની વધારે ફજેતી થઇ છે. સયુંક્ત રાષ્ટ્રમાં ભારતની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ કહ્યું કે ઇમરાન ખાનનું ભાષણ નફરત ભરેલું હતું.
યૂએનમાં ભારતની પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના સંબોધનનો કરારો જવાબ આપ્યો છે. વિદિશા યૂએનમાં ભારતીય મિશનના નવા સભ્ય છે. યૂએનમાં સૌથી નવી અને જૂનિયર ઓફિસર વિદિશા મૈત્રા દ્વારા જવાબ આપીને ભારતે બતાવ્યું કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનની વાતને વધારે મહત્વ આપતું નથી.
ભારતની વિદિશા મૈત્રાએ પાકિસ્તાનની ખોલી પોલ
ભારતના વિદિશા મૈત્રાએ પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું કે શું પાકિસ્તાન એ વાતનો સ્વીકર કરશે કે તે દુનિયાનો માત્ર એકમાત્ર દેશ જે એવા શખ્સને પેન્શન આપે છે જેના પર સયુંક્ત રાષ્ટ્રએ અલ કાયદા અને ISIS જેવા આતંકીઓની યાદીમાં રાખ્યો છે.
આતંકવાદ પર ભારતે પાકિસ્તાનને આપ્યો જબાતોડ જવાબ
ભારતના પ્રથમ સચિવ વિદિશા મૈત્રાએ સંયુક્ત રાષ્ટ્રમાં જવાબ આપવાનો અધિકારના ઉપયોગ કરતાં કહ્યું કે પાકિસ્તાન એ વાતથી ઇન્કાર કરી શકે છે કે આજે સયુંક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા 130 આતંકીઓ તેમના દેશમાં રહે છે. શું પાકિસ્તાન એ વાતથી ઇન્કાર કરી શકે છે કે સયુંક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત 25 આતંકી સંગઠનનું ઠેકાણું પાકિસ્તાનમાં છે.
#WATCH Vidisha Maitra, First Secretary MEA exercises India's right of reply to Pakistan PM Imran Khan's speech says, "Can Pakistan PM confirm the fact it is home to 130 UN designated terrorists and 25 terrorist entities listed by the UN, as of today?" pic.twitter.com/vGFQH1MIql