બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની 'વિરાટ' જીત, વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડના કર્યાં સુપડા સાફ, ત્રીજી મેચમાં 142 રનથી વિજય

અમદાવાદ વનડે / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની 'વિરાટ' જીત, વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડના કર્યાં સુપડા સાફ, ત્રીજી મેચમાં 142 રનથી વિજય

Last Updated: 08:47 PM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ બંપર જીત મેળવી છે. અમદાવાદમાં રમાયેલી ત્રીજી મેચમાં હરાવીને ભારતે વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરી નાખ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના અઠવાડિયા પહેલા રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાએ એક શાનદાર ખેલ દેખાડ્યો છે. ભારતે 13 વર્ષ બાદ વનડેમાં ઈંગ્લેન્ડનો વ્હાઈટ વોશ કરી નાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 142 રનથી હરાવીને ઈંગ્લેન્ડના સુપડા સાફ કરી નાખ્યાં હતા. ભારત તરફથી મળેલા 357રનના ટાર્ગેટમાં ઈંગ્લેન્ડની ટીમ 34.2 ઓવરમાં 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ રીતે ભારતને 142 રનથી જંગી જીત મળી હતી. ભારત વતી શુભમન ગિલ ચમક્યો હતો જેણે 102 બોલમાં 112 રન ફટકારતાં ટીમ ઈન્ડિયાએ મજબૂત સ્કોર ઊભો કર્યો હતો અને જે ભેદવામાં ઈંગ્લેન્ડની ટીમ અસફળ રહી.

છેલ્લે 2011માં ભારતે ઈંગ્લેન્ડનો કર્યો હતો વ્હાઈટ વોશ

આ પહેલા ઓક્ટોબર 2011માં ભારતીય ટીમે 5 મેચની ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડની ટીમને 5-0થી ક્લીન સ્વીપ કરી હતી. તે સમયે પણ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી.

ભારતે આપ્યો 357 રનનો ટાર્ગેટ

ટોસ હારીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ નિર્ધારીત 50 ઓવરમાં 356 રન કર્યાં હતા. ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. બીજી વનડેમાં તોફાની સદી ફટકારનાર કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ન ચાલ્યો અને તે બીજી જ ઓવરમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, શુભમન ગિલ અને વિરાટ કોહલીએ જવાબદારી સંભાળી. બંને વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી થઈ હતી. શુભમન ગિલે 95 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 102 બોલમાં 112 રન કર્યાં હતા તો કોહલી અને અય્યરે પણ ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ 50 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ તેની ODI કારકિર્દીની 73મી અડધી સદી હતી. ત્યાર બાદ હાર્દિક પંડ્યાએ 17 અને અક્ષર પટેલે 13 રનનું યોગદાન આપ્યું હતું.

શુભમન ગિલે સદી ફટકારી

અમદાવાદ વનડેમાં શુભમન ટીમ ઈન્ડિયા માટે શુભમેન બન્યો હતો. ગિલે 95 બોલમાં શાનદાર સદી ફટકારી હતી અને 112 રન બનાવીને આઉટ થયો હતો.

કેવી રહી ઈંગ્લેન્ડની બેટિંગ

ટાર્ગેટ પૂરો કરવા ઉતરેલા ઈંગ્લેન્ડની શરૂઆત શાનદાર રહી હતી. બેન ડકેટ અને ફિલ સોલ્ટે 6.2 ઓવરમાં 60 રનની તોફાની ભાગીદારી કરી હતી. જોકે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે આ જોડીને તોડી નાખી હતી અને બન્નેને આઉટ કરાવી દીધાં હતા. ડકેટે 34 અને સોલ્ટે 23 રન ઉમેર્યા. આ પછી, ટોમ બેન્ટન અને જો રૂટે મળીને ત્રીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે બેન્ટન (38) ને પોતાના હાથે કેચ કરાવીને ભાગીદારી તોડી હતી. ત્યારબાદ અક્ષર પટેલે અનુભવી જો રૂટ (24) ને આઉટ કર્યો જ્યારે હર્ષિત રાણાએ કેપ્ટન જોસ બટલર (6) ને આઉટ કર્યો. ત્યારબાદ હર્ષિતે હેરી બ્રુક (19) ને આઉટ કર્યો હતો, અંતે ઈંગ્લેન્ડની ટીમ 214 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ.

ઈંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન:

બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, ટોમ બેન્ટન, ગુસ એટકિન્સન, માર્ક વુડ, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.

ભારત બન્ને સીરિઝ જીત્યું

ભારત મહેમાન ઈંગ્લેન્ડ સામે બન્ને ટી 20 અને વનડે સીરિઝ જીત્યું છે. ભારતે ઈંગ્લેન્ડ સામેની ટી 20 સીરિઝ 4-1થી જીતી લીધી હતી તો વનડે સીરિઝમાં ઈંગ્લેન્ડના સૂપડા સાફ કરીને 3માંથી 3 મેચ જીતી લીધી હતી.

હવે ટીમ ઈન્ડિયા ઉતરશે ચેમ્પિયન્સ ટ્રોફીમાં

ઈંગ્લેન્ડ સામેની બન્ને સીરિઝ પૂર્ણ થયા બાદ ટીમ ઈન્ડિયા હવે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીરથી શરુ થઈ રહી છે અને ભારત તેની પહેલી મેચ દુબઈમાં 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. ત્યાર બાદ 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ રમશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad ODI Ahmedabad 3rd odi india england 3rd odi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ