બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / VIDEO : 6,4,6,4,0,6, ફિલ સોલ્ટે હર્ષિત રાણાને બરાબરનો ધોયો, ડેબ્યૂમાં શર્મનાક રેકોર્ડ
Last Updated: 06:20 PM, 6 February 2025
નાગપુર વનડેમાં ડેબ્યૂ કરનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર હર્ષિત રાણા એક શર્મનાક રેકોર્ડ કરી નાખ્યો, હર્ષિત રાણા એક જ ઓવરમાં સૌથી વધારે રન લૂંટાવનાર બોલર બન્યો છે. ઈજાગ્રસ્ત બુમરાહને સ્થાને આવેલા હર્ષિતને ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટે બરાબરનો ધોયો હતો. કેપ્ટન રોહિતે 6ઠ્ઠી ઓવર હર્ષિતને આપી હતી પરંતુ તેણે આ ઓવરમાં 26 રન લૂંટાવી દીધાં હતા. ઈંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટે હર્ષિતની બોલિંગમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT
#HarshitRana's ball forces an error from #BenDuckett & #YashasviJaiswal grabs a stunner!
— Star Sports (@StarSportsIndia) February 6, 2025
Start watching FREE on Disney+ Hotstar ➡ https://t.co/gzTQA0IDnU#INDvENGOnJioStar 1st ODI 👉 LIVE NOW on Disney+ Hotstar, Star Sports 2, Star Sports 3, Sports 18 1 & Colors Cineplex pic.twitter.com/pBfIrT2XlT
26 રન લૂંટાવ્યાં બાદ કરી વાપસી
ADVERTISEMENT
આ કોઈપણ ભારતીય બોલર દ્વારા તેના વનડે ડેબ્યૂમાં સૌથી મોંઘી ઓવર બની રહી છે. આ પહેલા, કોઈ પણ ભારતીય બોલરે ODI ક્રિકેટમાં ડેબ્યૂ કરતી વખતે આટલા રન આપ્યા નહોતા. જોકે પછી હર્ષિત શાનદાર વાપસી કરતાં એક જ ઓવરમાં 2 વિકેટ લીધી હતી.
Harshit Rana makes a dream debut for Team India across all three formats! 🇮🇳🔥
— Sportskeeda (@Sportskeeda) February 6, 2025
A star in the making! 🤩#HarshitRana #India #Tests #T20Is #ODIs #Sportskeeda pic.twitter.com/FD305WqQLY
ત્રણેય ફોર્મેટમાં 3 વિકેટ લેનાર પહેલો ભારતીય
હર્ષિત રાણાએ ગુરુવારે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે જે અત્યાર સુધી કોઈ ભારતીય કરી શક્યો નથી. નાગપુરમાં 3 મેચોની વનડે સીરિઝની પહેલી મેચમાં હર્ષિતે ત્રીજી વિકેટ લેતાની સાથે જ તેણે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. તેણે બેન ડકેટ, હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોન જેવા દિગ્ગજ ખેલાડીઓને આઉટ કર્યાં હતા. હવે હર્ષિત રાણા ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે, ટી20) માં ડેબ્યૂ કરતી વખતે પોતાની પહેલી ઇનિંગમાં 3 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે.
ગત વર્ષે ટેસ્ટથી કર્યું ડેબ્યૂ
હર્ષિતે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચ નવેમ્બર 2024 માં રમાઈ હતી, જેમાં હર્ષિતે આ પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 48 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે બીજી ઇનિંગમાં તેણે 69 રન આપીને 1 વિકેટ લીધી હતી. આ પછી હર્ષિતે ટી 20માં ડેબ્યૂ કર્યું હતું. 31 જાન્યુઆરી 2015ના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી, જેમાં તેણે 33 રન આપીને ૩ વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.