Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

રાજનીતિ / કોંગ્રેસને પડતા પર પાટું, હવે કદાચ વિપક્ષમાં બેસવા લાયક પણ નહીં રહે

કોંગ્રેસને પડતા પર પાટું, હવે કદાચ વિપક્ષમાં બેસવા લાયક પણ નહીં રહે

લોકસભાનો જંગ ભાજપે જીત્યો છે ત્યારે કોંગ્રેસે ગત વર્ષ કરતા પણ ખરાબ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને આ વખતે 50 કરતા પણ ઓછી બેઠકો મળી છે. જેને લઇને કોંગ્રેસ પર લટકતી તલવાર છે.

કોંગ્રેસને વિપક્ષના નેતાનુ પદ પણ નહીં મળી શકે. કારણ કે આ માટે 10 ટકા બેઠકો જીતવી જરૂરી છે. જે કોંગ્રેસ પાસે નથી. 16મી લોકસભામાં કોંગ્રેસને 44 સીટ મળી હતી ત્યારે કોંગ્રેસને આ પદ મળ્યુ ન હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયનાડથી જીતી ગયા છે. પરંતુ ઉત્તર પ્રદેશના અમેઠીથી કારમી હાર થઈ છે. ભલે રાહુલે વાયનાડથી જંગ જીતી લીધો. પણ તેમ છતાંય વિપક્ષના નેતાનું પદ મળવું મુશ્કેલ છે. કારણ કે તે માટે જેટલી બેઠકો કોંગ્રેસ પાસે હોવી જોઈએ તે નથી.
 

પરંપરા પ્રમાણે વિપક્ષના નેતાનું પદ સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતાને મળતુ હોય છે પરંતુ તે પક્ષને લોકસભામાં 10 ટકા સીટો એટલે કે ઓછામાં ઓછી 55 સીટ મળવી જરૂરી છે. જે કોંગ્રેસ પાસે નથી.

16મી લોકસભામાં કોંગ્રેસને 44 સીટ મળી હતી. કોંગ્રેસ સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોવાના કારણે તેમણે તેમના સાંસદ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષના નેતા બનાવવાની માંગણી કરી હતી. પરંતુ કોંગ્રેસની સીટ ઓછી હોવાના કારણે તે વખતે પણ આ પદ મળ્યું ન હતું.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ