બ્રેકિંગ ન્યુઝ
Hiren
Last Updated: 09:55 PM, 7 January 2021
ADVERTISEMENT
દેશભરમાં ફેલાયેલી મહામારી વચ્ચે ઇકોનોમીમાં ખુબ જ ઘટાડો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2020-21માં દેશના GDPમાં લગભગ 7.7 ટકાનો ઘટાડો જેવા મળી શકે છે. NSO તરફથી રાષ્ટ્રીય આવકનું પ્રથમ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં GDP 134.50 લાખ કરોડ રૂપિયા રહેશે.
NSO તરફથી જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2019-20માં આ આંકડો 145.66 લાખ કરોડ રૂપિયા હતો. GDP આ વર્ષે 7.7 ટકાનો ઘટાડો થઇ શકે છે. નાણાકીય વર્ષ 2019-20માં GDP 4.2 ટકા દરથી વધ્યો હતો.
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા વર્લ્ડ બેંકે ભારતીય અર્થવ્યવસ્થામાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં 9.6 ટકાનો ઘટાડાનું અનુમાન લગાવ્યું છે. અર્થવ્યવસ્થામાં આવેલ ઘટાડો ઘરેલૂ ખર્ચાઓ અને ખાનગી રોકાણમાં વધતી અછત દર્શાવે છે.
આ સિવાય ઇન્ડિયા રેટિંગ્સે બીજી ત્રિમાસિક(જુલાઇ-સપ્ટેમ્બર)માં અર્થવ્યવસ્થામાં આશાથી સારા સુધારાને ધ્યાને રાખતા ચાલુ નાણાકિય વર્ષ 2020-21માં સકલ ઘરેલૂ ઉત્પાદન(જીડીપી)માં ઘટાડાના પોતાના અનુમાનને ઘટાડીને 7.8 ટકા કરી દીધો હતો. આ પહેલા રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકિય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 11.8 ટકા ઘટાડાનું અનુમાન લગાવાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.