બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / India down on 4th in test ranking

ક્રિકેટ / એક હારથી ભારતનાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન બનવાનાં સમિકરણો બદલાઈ ગયા, ફાઈનલમાં પહોંચવા જો કે તો ની સ્થિતિ

Nikul

Last Updated: 08:55 PM, 9 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની કારમી હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની યાદીમાં તે ચોથા ક્રમાંકે સરકી ગયું છે, હવે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત એકબીજાની જીત અને હાર પર ટેસ્ટ ચેમ્પિયશિપના ફાઇનલિસ્ટની યાદીમાં સમાવેશ પામશે.

  • ટેસ્ટ ચેમ્પિયશિપમાં ફાઇનલિસ્ટની જગ્યા માટે ટફ કોમ્પિટિશન
  • ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ભારત બીજા સ્થાન માટે રેસમાં 
  • ન્યુઝીલેન્ડ ફાઈનલમાં પહોંચી ગયું છે

સિરીઝનાં પરિણામો ફાઈનલિસ્ટને પસંદ કરશે
ભારતને ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડે 1-0થી બઢત મેળવી લીધી છે. તેની સાથે સાથે ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની યાદીમાં સરકીને ચોથા સ્થાને આવી ગઈ છે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ભારત માટે આ સિરીઝ ખૂબ મહત્વની છે અને તેનાં માટે આ સિરીઝનાં પરિણામો બીજા ફાઇનલિસ્ટને પસંદ કરશે.


ફાઇનલમાં પહોંચવાની તક જીવંત
ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડની ટીમ પહેલાથી જ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યુ છે. જેથી બીજા ફાઇનલિસ્ટ તરીકે ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા દાવેદારી નોંધાવી રહ્યાં છે. પહેલી ટેસ્ટમાં હાર મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા આ યાદીમાં ચોથા સ્થાન પર ખસી ગયું છે. તેમ છતાં હજુ તેની ફાઇનલમાં પહોંચવાની તક હજુ જીવંત છે. 


દરેક ભોગે મેચો જીતવી પડશે
જો ભારતીય ટીમને પહેલા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયશનશિપની ફાઇનલમાં સ્થાન મેળવવું છે તો તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 2-1 અથવા 3-1થી જીત હાંસલ કરવી પડશે. તેનો મતલબ હવે ટીમ ઈન્ડિયાને આગામી ત્રણેય ટેસ્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને કોઈ પણ ભોગે દરેક મેચ જીતવી જ પડશે.


વ્હાઇટ વોશ કરશે તો ફાઇનલમાં જગ્યા પાક્કી
અંક યાદીમાં જો બીજુ સ્થાન મેળવવું હશે તો ઈંગ્લેન્ડની ટીમે ભારતને 3-0, 3-1 કે 4-0થી સિરીઝ જીતવી પડશે. જેથી હવે ઈંગ્લેન્ડ પણ ભારત સામે ટક્કર આપવા માટે વધુ કમર કસશે. ઈંગ્લેન્ડ જો ભારતે વ્હાઇટ વોશ કરશે તો તેની જગ્યા ફાઇનલમાં નક્કી થઈ જશે.


ઓસ્ટ્રેલિયા પાસે વધારે તક
ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં પહોંચવા માટે ઘણાં મોકા છે. જો ઈંગ્લેન્ડની ટીમ ભારતને 1-0, 2-0 કે 2-1થી હરાવશે અથવા તો સિરીઝ ડ્રો થશે તો ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં જગ્યા મળી જશે. ઓસ્ટ્રેલિયાને જેટલી વધારે તક છે તેટલાં જ વધારે જોખમ પણ છે. જો ઈંગ્લેન્ડની ટીમ બાકીનાં ત્રણેય મેચ ડ્રો કરે અથવા એક જીત બાદ બીજી બે મેચ ડ્રો થાય અથવા ઈંગ્લેન્ડ અને ભારત એક-એક મુકાબલા જીતી લે અને એક મેચ ડ્રો થઈ જાય તો ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં જગ્યા મળી જશે.


ભારતની જીતની ટકાવારી ઘટી ગઈ
ઉલ્લેખનીય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચની સમાપ્તિ બાદ ટેસ્ટ ચેમ્પિયનશિપની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ શરુ થતા પહેલા ટીમોની યાદીમાં મોખરે રહેલી ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે તે સરકીને ચોથા ક્રમે આવી ગઈ છે. તેની જીતની ટકાવારી 68.3 ટકા થઈ ગઈ છે અને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પણ નીચે જતી રહી છે. જ્યારે આ જીત બાદ ઈંગ્લેન્ડની જીતનો સરેારાશ 70.2 ટકા થઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Team India test match world test championship ક્રિકેટ ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચ Test match
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ