અવઢવ / આવતી કાલથી ડોમેસ્ટિક ફલાઇટ શરૂ, ગુજરાત સરકાર પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવાને લઇને દ્વિધામાં

India domestic flight gujarat government people quarantine

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉન-4 લાગુ કરવામાં આવ્યું છે. જો કે સરકારે લોકડાઉન-1 થી લોકડાઉન-4 સુધીમાં નિયમોમાં છૂટછાટ આપી છે. સરકારે લોકડાઉન-4 હેઠળ શ્રમિકોને પોતાના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવી છે જ્યારે સરકાર દ્વારા હવે ડોમેસ્ટિક ફલાઇટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આવતીકાલથી દેશભરમાં સ્થાનિક ઉડાનો શરૂ કરવામાં આવશે. જેને લઇને રાજ્ય સરકારો દ્વારા કેન્દ્રની અધિસુચના મુજબ નિયમોનું પાલન કરવાનું રહેશે. જો કે હજુ સુધી ડોમેસ્ટિક ફલાઇટને લઇને ગુજરાત સરકાર અવઢવમાં જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એ નક્કી કરવામાં આવ્યું નથી કે ફલાઇટમાં આવનારા પ્રવાસીઓને ક્વોરન્ટાઇન કરવા કે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ