બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારતીય બેટરોનો ખૂંખારો! 71 બોલમાં મેચ પતાવી દીધી, બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય
Last Updated: 10:04 PM, 6 October 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની પહેલી મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધું છે. આ મેચમાં ભારતને બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતુ. ભારત સામેની પ્રથમ T20 મેચમાં બાંગ્લાદેશે 19.5 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 11.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પૂરો કરી લીધો હતો. બાંગ્લાદેશ ટીમ તરફથી મેહદી હસન મિરાજે સૌથી વધુ રન (35) બનાવ્યા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે 3-3 વિકેટ લીધી હતી. જે
ADVERTISEMENT
1ST T20I. India Won by 7 Wicket(s) https://t.co/NGydh3Sqlr #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 6, 2024
અભિષેક શર્માએ 7 બોલમાં 16 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપની ઇનિંગ રમી હતી. તેણે 14 બોલમાં 29 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 19 બોલમાં 29 રન બનાવ્યા હતા. મેહદીએ તેને આઉટ કર્યો.
ADVERTISEMENT
𝙎𝙈𝘼𝘾𝙆𝙀𝘿 with power and timing!@hardikpandya7 dispatches one over deep extra cover 🔥
— BCCI (@BCCI) October 6, 2024
Live - https://t.co/Q8cyP5jXLe#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/kNaZjSl1Tq
પ્રથમ બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે ત્રણ ઓવરમાં જ બંને ઓપનિંગ બેટ્સમેનોની વિકેટ ગુમાવી દીધી છે. અર્શદીપ સિંહે લિટન દાસ (4) અને પરવેઝ (8)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. વરુણ ચક્રવર્તીએ તૌહીદની વિકેટ ઝડપી હતી. તૌહીદ 18 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. મયંક યાદવે ડેબ્યુ મેચમાં મહમુદુલ્લાહ (1)ને પેવેલિયન મોકલ્યો હતો. વરુણે જાકર અલીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : કટ્ટર હરીફ કચડાયું! ટીમ ઈન્ડીયાએ પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, ટી 20 વર્લ્ડ કપમાં પહેલી જીત
કેપ્ટન નઝમુલ શાંતો 25 બોલમાં 27 રન બનાવીને વોશિંગ્ટનનો શિકાર બન્યો હતો. વરુણે રિશાદ હુસૈન (11)ને આઉટ કરીને મેચમાં ત્રીજી વિકેટ લીધી હતી. તસ્કિન રન આઉટ થયો હતો, જ્યારે હાર્દિકે શોરીફુલ ઈસ્લામને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.