India crosses the landmark of 90 crore Covid-19 vaccinations, says health minister
મહામારી /
કોરોના સામેના જંગમાં દેશને મળી મોટી સિદ્ધી, જુઓ શું જાહેરાત કરી કેન્દ્ર સરકારે
Team VTV03:54 PM, 02 Oct 21
| Updated: 04:04 PM, 02 Oct 21
કોરોના મહામારી સામેના જંગમાં દેશને એક મોટી સિદ્ધી મળી છે. ભારતે કુલ વેક્સિનેશનમાં 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
કોરોના મહામારી સામેના જંગમાં દેશને મળી મોટી સિદ્ધી
ભારતે કુલ વેક્સિનેશનમાં 90 કરોડનો આંકડો પાર કર્યો
સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરીને જાહેરાત કરી
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી કે ભારતમા વેક્સિનેશનનો આંકડો 90 કરોડને પાર કરી ગયો છે. તેમણે જણાવ્યું કે ભારતે કોરોના વેક્સિનેશનમાં 90 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તેમણે લખ્યું કે શાસ્ત્રીજીએ જય જવાન, જય કિસાનનો નારો આપ્યો હતો. અટલજીએ જય વિજ્ઞાન અને મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો હતો. આજે અનુસંધાનનું પરિણામ આ કોરોના વેક્સિન છે.
India crosses the landmark of 90 crore #COVID19 vaccinations.
श्री शास्त्री जी ने 'जय जवान - जय किसान' का नारा दिया था।
આજે અનુસંધાનનું પરિણામ આ કોરોના વેક્સિન છે-માંડવિયા
અગાઉ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે આજે છેલ્લા 24 કલાકમાં 69 લાખ 33 હજાર 838 રસીઓ આપવામાં આવી છે. દરરોજ સરેરાશ 60 લાખ રસીઓ આપવામાં આવે છે. મંત્રાલયે કહ્યું કે આજે સવારે 7 વાગ્યા સુધી કુલ 89 કરોડ 74 લાખ 81 હજાર 554 કોવિડ રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 25 હજાર 455 દર્દીઓ ચેપમુક્ત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ કરોડ 30 લાખ 68 હજાર 599 લોકો સ્વસ્થ બન્યા છે. રિકવરી રેટ 97.86 ટકા છે. જોકે, બપોર સુધીમાં આ આંકડો 90 કરોડને પાર કરી ગયો હતો.
સરકારી આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 24 હજાર 354 નવા કેસ નોંધાયા છે. અત્યારે દેશમાં 2,73,889 કોવિડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ દેશમાં કુલ ચેપગ્રસ્ત કેસોના 0.81 ટકા છે. કોવિડ પરીક્ષણ ક્ષમતાનું વિસ્તરણ સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 14,29,258 લોકોની તપાસ કરવામાં આવી છે. દેશમાં કુલ 57 કરોડ 19 લાખ 94 હજાર 990 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.