ચિંતા / દેશમાં 24 કલાકમાં કેસમાં ચોંકાવનારો વધારો, ભારત વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું

India Crosses Spain And Uk In Corona Cases Numbers But Has Highest Recovery Rate And Lowest Fatality Rate

દેશમાં કોરોનાની સંખ્યા સતત વધી રહી છે ત્યારે ભારત 2.97 લાખની સંખ્યાને પાર કરીને વિશ્વમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. સ્પેન અને યુકેથી પણ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી છે. ભારતમાં 2.97 લાખથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. USA, બ્રાઝિલ અને રશિયા બાદ ભારત ચોથા સ્થાને પહોંચી ચૂક્યું છે. અત્યાર સુધી દેશમાં 1,46,074 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાથી 8,321 લોકોના મૃત્યુ થયા છે તો ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,846 કેસ વધવાની સાથે કુલ કેસની સંખ્યા 2,97,001 થઇ છે. આ સાથે જ દેશમાં 24 કલાકમાં 214 દર્દીના મૃત્યુ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ