કોરોના વાયરસ / જો હવે આ આંકડો પાર થશે તો કોરોના મામલે દુનિયામાં ભારત ત્રીજા નંબરે હશે, હાલ એશિયામાં નંબર વન પર દેશ

india crosses six lacks coronavirus case most in asia

ભારતમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઇ રહ્યો. દેશમાં બુધવાર રાત્રિ સુધીમાં કોવિડ-19ના કુલ કેસ 6 લાખને પાર થઇ ચૂક્યા છે. જેમાં અંદાજિત 17,700 લોકોના મોત થઇ ચૂક્યા છે.  ભારત સૌથી વધુ કેસ મામલે હાલ ચોથા નંબર પર છે. ત્યારે પાંચ દિવસની અંદર રશિયાને પાછળ છોડીને ત્રીજા નંબર પર આવી શકે છે. દુનિયામાં સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અહીં અત્યાર સુધીમાં 27 લાખથી વધુ કેસ આવી ચૂક્યા છે. દુનિયાની આ મહાશક્તિ કહેવાતા દેશમાં 1.30 લાખ લોકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ