મહામારી / ભારતનું ટૅન્શન વધ્યું, કોરોનાના કુલ કેસ ચીન કરતા પણ વધારે

india cross china in corona positive case

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ચીનથી વધી ગઇ છે. તાજેતરમાં પ્રાપ્ત થયેલ આંકડા પ્રમાણે ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85,546 પહોંચી ચૂકી છે. જ્યારે ચીનમાં 82933 લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના આંકડા પર નજર રાખતી worldometers.info વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ચીનમાં શુક્રવારે માત્ર 4 મામલા જ સામે આવ્યા હતા. જ્યારે ભારતમાં 3,549 નવા કેસ નોંધાયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ