પ્રથમ ઇનિંગ્સમાં 183 રનથી પાછળ રહી ગયા પછી ભારતે ત્રીજી દિવસની રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં ચાર વિકેટે 144 રન બનાવ્યા હતા અને તેઓ હજી પણ ન્યુઝીલેન્ડથી 39 રન પાછળ છે.
ટેસ્ટ બેટિંગ લાઇનઅપના બે મજબૂત આધારસ્તંભ વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારા સતત બીજી ઇનિંગમાં નિષ્ફ્ળ ગયા. પ્રથમ ઇનિંગ્સમાં 183 રનથી પાછળ રહી ગયા પછી ભારતે ત્રીજી દિવસની રમતના અંત સુધીમાં તેની બીજી ઇનિંગમાં ચાર વિકેટે 144 રન બનાવ્યા હતા અને તેઓ હજી પણ ન્યુઝીલેન્ડથી 39 રન પાછળ છે.
ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં છે
દારોમદાર હવે અજિંક્ય રહાણે (67 બોલમાં અણનમ 25 રન) અને હનુમા વિહારી (70 બોલમાં અણનમ 11 રન) પર ટકેલો છે. અગાઉ ભારતના 165 રનના જવાબમાં ન્યુઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં પૂંછડીયા બેટ્સમેનોના ઉપયોગી યોગદાન સાથે 348 રન બનાવ્યા હતા.
સવારે ન્યુઝીલેન્ડના નીચલા ક્રમના બેટ્સમેનોએ ભારતીય બોલરોને પરેશાન કર્યા પછી બીજા અને ત્રીજા સેશનમાં ટ્રેન્ટ બોલ્ટે ભારતને આંચકા આપ્યા હતા.
ન ચાલ્યા પુજારા કે કોહલી
Source : ANI
બોલ્ટે અત્યાર સુધીમાં 27 રન આપીને ત્રણ વિકેટ ઝડપી છે જેમાં પુજારા અને કોહલીની વિકેટનો સમાવેશ છે. પૂજારા (81 બોલમાં 11 રન) ખૂબ ડીફેન્સીવ વલણ અપનાવવાનો ભોગ બન્યો હતો. તે વચ્ચે 28 બોલમાં છ રન પર અટવાઈ ગયો હતો અને છેવટે તેની નકારાત્મક બેટિંગની જાળમાં ફસાઈ ગયો હતો.
કોહલી સકારાત્મક શરૂઆત માટે આવ્યો પરંતુ બોલ્ટની શોર્ટ પિચ બોલ પર પુલ કરવાની ઉતાવળથી ચૂકી ગયો અને વિકેટકીપર વી.જે. વોટલિંગને પાછળ કેચ આપી બેઠો. આ રીતે વર્તમાન ન્યુઝીલેન્ડ પ્રવાસમાં કોહલીનું નબળું ફોર્મ ચાલુ રહ્યું છે. આ ટૂરમાં તે ત્રણેય ફોર્મેટની નવ ઇનિંગ્સમાં ફક્ત 201 રન જ બનાવી શક્યો છે.
મયંક અગ્રવાલની અર્ધસદી
Source : ANI
ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલ (99 બોલમાં 58 રન) એ અડધી સદી ફટકારી હતી પરંતુ તેના સાથી ઓપનર પૃથ્વી શો (30 બોલમાં 14) ની નબળી ટેકનીક ફરી છતી થઈ. તેણે બોલ્ટની ઓવરમાં શોર્ટ સ્ક્વેર લેગ પર ટોમ લેથમને કેચ આપ્યો હતો. ડાઇવિંગ દ્વારા લેથમે કેચ ઝડપી લીધો હતો.
ઇશાંત શર્માએ કમાલ દેખાડ્યો
Source : ANI
ભારત તરફથી ઇશાંત શર્માએ 68 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સવારના સેશનમાં રવિચંદ્રન અશ્વિને બે વિકેટ ઝડપી હતી પરંતુ તેના બોલને પણ કાયલ જેમ્સન અને બોલ્ટ સહિતના પૂંછડીયા બેટ્સમેનોએ ફટકાર્યા હતા. જેમ્સનના 45 બોલમાં 44 રનમાં ચાર છગ્ગા સામેલ હતા. તેણે કોલિન ડી ગ્રાન્ડહોમ (74 બોલમાં 43 રન) ની સાથે આઠમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી.