india china standoff worsen ladakh border dispute more indian army itbp troops deployed
વિવાદ /
ભારત-ચીન વચ્ચે ઓછો નથી થઇ રહ્યો તણાવ, લદ્દાખથી LAC તરફ મોકલાયા વધુ ITBP-આર્મીના જવાન
Team VTV04:11 PM, 31 May 20
| Updated: 04:12 PM, 31 May 20
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ બોર્ડર પર ચાલી રહેલો વિવાદ વધુ વણસી રહ્યો છે, વાતચીત વચ્ચે પણ તણાવ ઓછો થવાનું નામ લઇ રહ્યો નથી. આ જ કારણે હવે સ્થિતિ જોતા ભારતે સેના અને આઇટીબીપીના વધુ જવાનોને લદ્દાખમાં એલએસીની તરફ રવાના કર્યા છે, જ્યાં પહેલાથી જ ભારત અને ચીનની સેનાઓ આમને-સામે છે. સૂત્રો અનુસાર, ચીનની સેનાની બરાબરી કરવા માટે સૈનિકોની સંખ્યા વધારવામાં આવ રહી છે.
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ બોર્ડર પર ચાલી રહેલા તણાવ ઓછો થવાનું નામ લઇ રહ્યો
ચીન પાસેની 3488 કિલોમીટર લાંબી સીમા રેખાની દેખરેખ સેના અને આઇટીબીપી સંયુક્ત રૂપે કરે છે
એવી સૂચના મળી રહી છે કે ચીન દ્વારા લગભગ એક બ્રિગેડ સીમા પર તહેનાત કરાઇ છે. આ ઉપરાંત સૈન્ય સામાન પણ મોટી સંખ્યામાં તહેનાત કરાઇ રહ્યો છે. શરૂઆતમાં ભારતની તરફથી રિઝર્વ સૈનિકોને લદ્દાખ સીમા પર મોકલાયા હતા પરંતુ હવે સૈનિકોને જમ્મૂ કાશ્મીરથી લદ્દાખ મોકલાઇ રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા દળોના જે જવાનો જમ્મૂ કાશ્મીરથી આર્ટિકલ 370ની જોગવાઇ હટાવ્યા બાદ ત્યાં કાયદા વ્યવસ્થાને બનાવી રાખવા માટે તહેનાત કરાયા હતા. માત્ર તેમને જ તેમના મૂળ યુનિટમાં પાછા બોલાયા છે. ચીન પાસેની 3488 કિલોમીટર લાંબી સીમા રેખાની દેખરેખ સેના અને આઇટીબીપી સંયુક્ત રૂપે કરે છે. ચીન સીમાના સંવેદનશીલ સ્થાનો પર સેના તહેનાત છે અને બાકી જગ્યાએ આઇટીબીપી દેખરેખ રાખે છે.
નોંધનીય છે કે ભારતીય સેના દ્વારા બોર્ડર પર રસ્તાનું નિર્માણ કરાઇ રહ્યું છે. જેનો ચીની સેના દ્વારા વિરોધ કરાઇ રહ્યો છે. આ મુદ્દા પર 5 મેની રાત્રે ભારતીય જવાનો અને ચીની સૈનિકો વચ્ચે લદ્દાખમાં પેન્ગોંગ સરોવરના ફીંગર 5 વિસ્તારમાં આમને-સામને આવ્યા હતા.