બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / India china stand off ladakh reddy release video of army preparation

VIDEO / ચીનના શક્તિપ્રદર્શન સામે ભારતનો જડબતોડ જવાબ, વીડિયો જોઇને રૂવાંડા ઉભા થઇ જશે

Parth

Last Updated: 02:47 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ચીન વચ્ચે લદાખમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીનની સેના સતત યુદ્ધની તૈયારીઓમાં લાગેલી છે. તિબેટની સરહદ પર રાત્રી દરમિયાન યુદ્ધ અભ્યાસ કર્યા બાદ ચીનની સેનાએ ઉત્તર-પશ્ચિમના પર્વતોમાં પણ યુદ્ધ અભ્યાસ કર્યું છે. ચીનની સરકારી મીડિયા સતત યુદ્ધાભ્યાસનાં વીડિયો સોશિયલ મીડિયા પર મૂકી ભારતને આંખો દેખાડી રહ્યું છે ત્યારે ભારત પણ આ સરહદ પર ક્યાંય પાછળ પડે તેમ નથી. ભારતના ગૃહરાજ્યમંત્રીએ ટ્વીટર પર ભારતીય સેનાના અદમ્ય સાહસનો વીડિયો શેર કર્યો છે જેને જોઇને કોઈ પણ ભારતીયના મનમાં સેના પ્રત્યે ગર્વની લાગણીમાં વધારો થશે.

  • કેન્દ્રીય ગૃહરાજયમંત્રીએ શેર કર્યો વીડિયો 
  • લદાખમાં સરહદની સુરક્ષા કરી રહેલા સૈનિકોમાં અદ્ભુત સાહસ 
  • ચીને પણ પહેલા યુદ્ધાભ્યાસનો વીડિયો શેર કરી બતાવ્યું હતું શક્તિપ્રદર્શન 

વીડિયોમાં સેનાનું સાહસ જોઈ ચકિત રહી જશો 

ચીનની સેનાના યુદ્ધાભ્યાસના વીડિયો જોયા બાદ ઘણા બધા અહેવાલોમાં ચીનના શક્તિપ્રદર્શનને દર્શાવવામાં આવ્યું હતું. ઘણા બધા નિષ્ણાતોએ પણ તે બાદ ભારતને સતર્ક થવાની ચેતવણી આપી હતી ત્યારે ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ વીડિયો શેર કર્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભારતની સેના દિવસ રાત ભારતની સરહદોની સુરક્ષિત કરી રહી છે. વીડિયો શેર કરતાની સાથે મંત્રીએ લખ્યું કે 'ભારતીય સેનાનો પ્રેરણાદાયી અને અદ્ભુત વીડિયો જે લદાખના ઉત્તર વિસ્તારમાં આપણી સરહદોને સુરક્ષિત કરી રહ્યા છે.'

ચીને પણ કર્યું હતું શક્તિપ્રદર્શન 

નોંધનીય છે કે ચીન તરફથી પણ યુદ્ધાભ્યાસનાં વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ચીનના ગ્લોબલ ટાઈમ્સે એક વીડિયો શેર કર્યો જેમાં ચીનના હજારો સૈનિકો પર્વતો અને દુર્ગમ વિસ્તારોમાં યુદ્ધાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. એરફોર્સ અને એરબોર્ન બ્રિગેડ દ્વારા હુબેઈથી હજારો કિમી દૂર અજ્ઞાત સ્થાન પર યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યું. ચીનની સેના ભારત સાથે લાગેલી તિબેટની સરહદ પર પણ યુદ્ધાભ્યાસમાં લાગેલી છે. સેના પાસે ખાસ નાઈટ વિઝન હથિયારો છે જેનાથી અંધારામાં લડવામાં ખૂબ મદદરૂપ થાય છે. ચાઇનીઝ સેન્ટ્રલ ટીવી CCTVએ ચીનના પ્રોગ્રામ પર જાણકારી આપતા જણાવ્યું કે સ્નાઈપર એટેક, લાઈટ આર્મ્ડ વ્હિકલ અટેક અને એન્ટી રોકેટની મદદથી યુદ્ધાભ્યાસ કરવામાં આવ્યો છે. 

ચીનના હજારો સૈનિકો, ટેંક LAC પાસે પહોંચી ગયા. આ સૈનિકોએ બસ, ટ્રેન અને વિમાન મારફતે તૈનાત કરવામાં આવ્યા અને  આ બધું જ સેનાએ માત્ર કલાકોમાં જ કરી લીધું, તેથી સેના એવું બતાવવા માંગે છે કે તે ખૂબ ઓછા સમયમાં સેના પહોંચાડી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ladakh border india china india china border conflict indian army india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ